અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ચૂંટણી માટેનાં EVM - VVPATની ફાળવણી કરાઈ

New Update
અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ચૂંટણી માટેનાં  EVM - VVPATની ફાળવણી કરાઈ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પ્રથમ તબક્કા માટે તારીખ 9મી ડિસેમ્બર શનિવારે મતદાન યોજાશે, ત્યારે ઇલેક્શનની પ્રક્રિયાને સફળતા પૂર્વક પાર પાડવા માટે ચૂંટણી તંત્ર દ્વારા પણ તૈયરીઓ પૂર્ણ કરવામાં આવી છે.

અંકલેશ્વર - હાંસોટ વિધાસનભા મતક્ષેત્ર માટે હાંસોટમાં 65 અને અંકલેશ્વરમાં 183 મતદાન મથકો મળીને કુલ 248 બુથ પર ચૂંટણી પ્રક્રિયા યોજાશે.

અંકલેશ્વરનાં ચૂંટણી અધિકારી રમેશ ભગોરાએ જણાવ્યુ હતુ કે વિધાનસભાની ચૂંટણીને સફળતા પૂર્વક પર પાડવા માટે કુલ 1341 કર્મચારીઓ ફરજ બજાવશે,જેમાં 44 ઝોનલ અધિકારી માંથી 5 રિઝર્વ , પ્રિસાઇડીંગ ઓફિસર 248 અને સહાયક અધિકારી 248 સહિતનાં કર્મચારીઓ ચૂંટણીની કામગીરીને નિભાવશે.

અંકલેશ્વર શહેરની જીનવાલા હાઈસ્કૂલ માંથી ચૂંટણી સામગ્રી તેમજ સાહિત્યનું જેતે બુથનાં અધિકારીઓને જરૂરી ચકાસણી બાદ ફાળવણી કરવામાં આવી હતી.

Latest Stories