અંકલેશ્વર હાઇવેની ખરોડ ચોકડી પર અંદર પાસ અથવા ઓવર બ્રિજ માટે રાજ્યસભા સાંસદ અહેમદ પટેલે કરી રજૂઆત

New Update
અંકલેશ્વર હાઇવેની ખરોડ ચોકડી પર અંદર પાસ અથવા ઓવર બ્રિજ માટે રાજ્યસભા સાંસદ અહેમદ પટેલે કરી રજૂઆત

ખરોડ ચોકડી વિસ્તારમાં ઘણા ગંભીર અકસ્માતો સર્જાઈ ચુક્યા છે.

અંકલેશ્વર હાઇવે પર આવેલ ખરોડ ચોકડી બાબતે રાજ્ય સભા

સાંસદ અહેમદ પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી છે. અકસ્માત ઝોન

ગણાતા વિસ્તાર માટે સ્થાનિક રહીશો થી માંડીને તમામ એ અનેક રજૂઆત કરી હોવા છતાં પણ

કોઈ પગલા લેવાયા નથી.આ બાબતે સ્થાનિક લોકો દ્વારા અહમદભાઈ પટેલને આવેદન પત્ર

આપ્યું હતું.

દેશનો સૌથી વધુ વ્યસ્ત એવો નેશનલ હાઇવે નંબર-૮ છે.

અંકલેશ્વર પાનોલી ઔદ્યોગિક વસાહતોના કારણે આ વિસ્તાર ર૪ કલાક ભારેથી અતિભારે

વાહનોથી અવિરત ધમધમતો રહે છે. એમાં પણ અંકલેશ્વર- પાનોલી વચ્ચે ખરોડ ચોકડી વિસ્તાર

સૌથી વધુ એક્સીડેન્ટ સર્જે છે અને કેટલાયે જીવલેણ અકસ્માતો પણ આ જ ચોકડી પર

નોંધાયા છે.

આ અંગે સ્થાનિક રહીશો થી લઈને આગેવાનોએ પણ અનેકવાર

નેશનલ હાઈવે ઓથોરીટીને ખરોડ ચોકડી વિસ્તારમાં માટે રજૂઆત કરી છે અને હજુ પણ કરતા

આવ્યા છે. તેમ છતાં પણ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ બાબતે કોઈ ગંભીર પગલા લેવામાં

આવ્યા નથી. છેવટે સ્થાનિક રહીશો દ્વારા આ અંગે એ આઈ સી સી ના ખજાનચી અને રાજ્યસભા

સાંસદ અહેમદભાઇ પટેલને તાજેતરમાં રજૂઆત કરવામાં આવી હતી જેના સંદર્ભે અહેમદભાઈ

પટેલે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને આ અંગે ગ્રાન્ટ મંજૂર થઇ

હોવાનું પણ જણાવ્યું હતું અને તાત્કાલિક ખરોડ યોકડી વિસ્તારમાં ફ્લાયઓવર બને

એની.પણ માંગ કરી છે.

અહેમદભાઈ પટેલે પોતાના પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે

જૂન ૨૦૧૮ના બજેટમાં નેશનલ હાઇવે નંબર ૮ પર એકસીડન્ટ ઝોન હોય એવા વિસ્તારોમાં

બનાવવા માટે અને ખાસ તો ખરોડ ચોકડી વિસ્તારમાં નિર્માણ માટે રીજનલ ઓફીસે દ્વારા

મંજૂર થઈ છે તેમ છતાં પણ એ દિશામાં હજુ સુધી કોઇ કામગીરી થઇ નથી.

નોંધનીય છે કે, ખરોડ ગામ હાઇવેની લગોલગ ગામ છે. આજ ગામમાં સ્કૂલ, ટ્રેઇનિંગ ઇન્સ્ટીટયૂટ, બીએડ કોલેજ તેમજ વેલફેર હોસ્પિટલ જેવી સંસ્થાઓ કાર્યરત છે અને રોજના સેંકડો

વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો નિયમીત રીતે ખરોડ ચોકડીનો જ ઉપયોગ કરે છે. આથી અકસ્માતની

સંભાવના ઘણી વધી ગઇ છે. વળી નેશનલ હાઇવે પરની આ ચોકડી હોવાથી અમદાવાદથી મુંબઇ કે

મુંબઇથી અમદાવાદ જતાં કારથી લઇને ટ્રક, ટેન્કર, કન્ટેનર્સ જેવા ભારે

વાહનો પણ બેફામ ઝડપે હંકારે છે. જેને લઇને મોટા અકસ્માતો ખરોડ ચોકડી પર સર્જાઇ

રહ્યાં છે. તમામ સંસ્થાઓની વારંવારની રજૂઆત બાદ પણ ગુજરાત સરકાર, એનએચઆઇ કે કેન્દ્ર સરકાર આ ગંભીર ઘટનાની નોંધ લેતી

નથી.આમાટે તાત્કાલિક લોકોની લાગણીને ધ્યાન પર લેવા કેન્દ્ર ના મંત્રી નીતીન ગડકરી

ને રજૂઆત કરી છે.

Latest Stories