/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/2-15-1.jpg)
તસ્કરો રોકડ રકમ તેમજ સોનાચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર
શહેર પોલીસે તપાસ હાથ ધરી
અંકલેશ્વરના દિવા રોડ પર આવેલ મહાવીર નગરમાં વહેલી સવારે તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી 1 લાખ 90 હજારના માલ મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તસ્કરોએ સુરવાડી ગામ સામેની રઘુવીર નગરમાં એક બંધ મકાનમાં થી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વરના દિવા રોડ પાર આવેલ મહાવીરનગરમાં રહેતા રાજેન્દ્ર રાવત વહેલી સવારે મકાન બંધ કરી તેમના પુત્ર અને પુત્રીને મુકવા માટે રેલ્વે સ્ટેશન પર ગયા હતા. તે દરમ્યાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશી તિજોરી તોડી તેમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. રાજેન્દ્ર રાવત પરત ફરતા તેઓએ ચોરી થઇ હોવાનું જણાતા તિજોરીમાં તપાસ કરતા રોકડા રૂપિયા 10 હજાર અને સોના ચાંદીના દાગીના ગાયબ જણાતા તાત્કાલિક શહેર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. રાજેન્દ્ર રાવતે સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા 10 હજાર મળી કુલ 1 લાખ 90 હજારની ચોરી અંગે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી તરફ સુરવાડી ગામની સામે આવેલ રઘુવીરનગરમાં રહેતા હેમંત પટેલના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું ખોલી અંદર પ્રવેશી તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગેની જાણ શહેર પોલીસને કરાતા પોલીસ કાફલો દોડી આવી તપાસ હાથ ધરી હતી.