અંકલેશ્વરનાં એક ગોડાઉન માંથી શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપાયો 

New Update
અંકલેશ્વરનાં એક ગોડાઉન માંથી શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપાયો 

અંક્લેશ્વરનાં સારંગપુર પાટિયા પાસે એક ગોડાઉન માંથી ભરૂચ પોલીસે શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી પડ્યો હતો,અને ગોડાઉનના સંચાલકની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી હતી.

ભરૂચ LCBની ટીમ અંક્લેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે રાજપીપળા રોડ પર આવેલા સારંગપુર પાટિયા નજીક અજમેર માર્કેટમાં પ્લોટ નંબર 9ના માલિક નિઝામુદ્દીન ચૌધરીએ તેના ગોડાઉનમાં ગેરકાયદે રીતે કેમિકલનો જથ્થો જમા કર્યો હોવાની બાતમી મળી હતી.

publive-image

જેના આધારે LCBની ટીમે ગોડાઉનમાં તપાસ શરુ કરી હતી.અને ગોડાઉનનાં સંચાલક નિઝામુદ્દીન જૈનુલ્લાહ ચૌધરી ( રહે. રોયલ રેસીડન્સી, જીઆઇડીસી એસટી ડેપો સામે, અંક્લેશ્વર ) હોવાનું માલુમ પડ્યું હતું. જેને પગલે પોલીસે તેની અટકાયત કરી હતી.અને ગોડાઉનમાં તપાસ કરતા 200 લિટરનાં અલગ અલગ 13 બેરલોમાં વિવિધ પ્રકારનાં કેમિકલ ભરેલા મળી આવ્યા હતા.

LCB પોલીસે કેમિકલનો નિઝામુદ્દીન પાસે કેમિકલનાં જથ્થા અંગેનાં જરૂરી દસ્તાવેજોની માંગણી કરતા તેની પાસે કોઇ ચોક્કસ પુરાવા નહીં મળતાં પોલીસે કુલ 1.30 લાખની મત્તાનો કેમિકલનો જથ્થો જપ્ત કરી ગોડાઉન સંચાલક નિઝામુદ્દીન ચૌધરી વિરૂદ્ધ અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે શંકાના આધારે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે નિઝામુદ્દીને કેમિકલનો જથ્થો ક્યાંથી લાવ્યો તેમજ ક્યાં પહોંચાડવાનો હતો, તેની સાથે અન્ય કોણ કોણ સંકળાયેલાં છે, તે સહિતની તપાસ હાથધરી છે.

Latest Stories