/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/5-2.jpg)
અંકલેશ્વરની આર.એમ.પી.એસ. સ્કૂલને બાંધકામ તેમજ ફાયર સેફટીના અભાવે બૌડાએ નોટિસ ફટાકરી હોવાનું સામે આવ્યું છે. આ શાળાના બાંધકામને સીલ કરી દિન ત્રણમાં તેના દસ્તાવેજી પુરાવા રજુ કરવા હુકમ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં. પણ ગુજરાત કોમન જી.ડી.સી.આર. મુજબનું બાંધકામ ન હોવાનું પણ સ્થળ તપાસમાં બહાર આવ્યું છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/05/vlcsnap-5134-05-23-02h29m16s930-1024x576.png)
આજરોજ અંકલેશ્વર ભરૂચ રોડ ઉપર આવેલ આર.એમ.પી.એસ. સ્કૂલ ખાતે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સુરત ખાતે બિલ્ડિગમાં આગ લાગતા બનેલી દયનિય અને કરૂણ ઘટના ફરી વાર કોઈ પણ સ્થળે ન બને તે બાબતનું ધ્યાન રાખી બિલ્ડિગનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ 1976ની જોગવાઇ આધીન તથા ગુજરાત ફાયર પ્રિવેંશન એક્ટ 2013 મુજબ બાંધકામ જણાયેલ નથી.
આ ઉપરાંત ગુજરાત કોમન જી.ડી.સી.આર. મુજબનું બાંધકામ ન હોવાના કારણે હાલ પૂરતું તાત્કાલિક અસરથી બાંધકામ સીલ કરવામાં આવ્યું છે. તેમજ આ બાંધકામના દસ્તાવેજી પુરાવા સહીત બી.યુ.સી. સર્ટિફિકેટ બૌડા કચેરીમાં દિન 3માં જમા કરવા જણાવ્યું હતું. સંસ્થા વતી હુકમનું પાલન ન કરવામાં આવશે તો સરકારની જોગવાઇ મુજબ કાર્યવાહી કરવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/05/vlcsnap-6337-11-06-06h45m01s801-1024x576.png)
તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલ આર.એમ.પી.એસ. સ્કૂલ બાંધકામ અને મંજૂરીને લઇ છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં સપડાયેલી છે. આ અંગે વહીવટી તંત્રમાં પણ અનેક વાર ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે બાળકોની સુરક્ષાને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.