/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/ank-kudo-winnar-02.jpg)
મુંબઈ ખાતે યોજાયેલ અક્ષય કુમાર ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ 2017 અંડર16નાં માઇનસ 54 કિ.ગ્રા કેટેગરીમાં અંકલેશ્વરની યામિની પટેલએ ગોલ્ડ મેળવી અંકલેશ્વરનું નામ ફરી એકવાર રાષ્ટ્રીય ફલક પર અંકિત કર્યું હતું.
12 થી 14 ઓક્ટોબર દરમિયાન ચાલી રહેલ મુંબઈના અંધેરી સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાયેલ કૂડોની 9મી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ 2017માં પી.પી.સવાણી સ્કૂલ ખાતે અભ્યાસ કરતી યામિની પટેલે ભાગ લીધો હતો. ધોરણ 10માં અભ્યાસ કરતી યામિની પટેલ નવસારીના વિસ્પી કાસદના માર્ગદર્શન હેઠળ તેના કોચ પ્રિયંક રાણા પાસે થી પ્રખર ટ્રેનિંગ મેળવી હતી અને તે તાલીમ વડે કૂડો ટુર્નામેન્ટમાં અંડર 16ના મૈન માઇનસ 54 કિ.ગ્રા કેટેગરીમાં ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં યામિનીએ રાષ્ટ્રીય તેમજ ઇન્ટનેશનલ ખેલાડીને હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ પ્રસંગે જાણીતા ફિલ્મ કલાકાર એવા ખેલાડી કિંગ અક્ષય કુમાર પણ હાજર હતા. યામિની પટેલએ ગોલ્ડ પ્રાપ્ત કરી વિશ્વ ફલક પર અંકલેશ્વર અને તેમજ શાળાનું અને પરીવારનું નામ રોશન કરતા તેને શુભેચ્છા પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉ મુંબઈ ખાતે ગત ફેબ્રુઆરીમાં યોજાયેલ બીજા કૂડો જુનિયર વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં અંડર 16ના માયનસ 14 કિ.ગ્રા કેટેગરીમાં યામિની પટેલએ ગોલ્ડ મેળવી અંકલેશ્વરનું નામ વિશ્વ ફલક પર અંકિત કરી ચુકી છે.