/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/10104847/12-1.jpg)
અંકલેશ્વર-પાનોલી નેશનલ હાઇવે નંબર-૮ ઉપર એક હોટલ નજીકમાં બે બાઇક અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક બાઇક ચાલક્નું કરૂણ મોત નીપજ્યું હતું.જ્યારે એક મહિલા સહિત ૩ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. જેમણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.
ઘટનાની પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર અંકલેશ્વર પાનોલી નેશનલ હાઇવે નંબર-૪૮ ઉપર આવેલ હોટલ તાપી નજીક ટ્રક નં. GJ-05-AV-0422 ચાલકે બે ચાલકોને અડફેટે લેતાં સર્જાયેલા આ અકસ્માતમાં એક બાઇક ચાલકનું ગંભીર ઈજાઓના પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
ઘટનામાં એક બાઇક સવાર વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે એક મહિલા સહિત ૩ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ ઘટનામાં ઘટના સ્થળે ઘાયલ થયેલા અન્ય ૩ લોકોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.