અંકલેશ્વરમાં એલપીજી ગેસને રીફીલીંગ કરવાનું કૌભાંડ ઝડપાયું

New Update
અંકલેશ્વરમાં એલપીજી ગેસને રીફીલીંગ કરવાનું કૌભાંડ ઝડપાયું

અંકલેશ્વરના રાજપીપળા રોડ પર આવેલી મીરાનગર સોસાયટીના ભાડાના મકાનમાં ગેસ રીફીલીંગનું કૌભાંડ ચાલતું હોવાની બાતમી જીઆઇડીસી પોલીસને મળી હતી. પોલીસે મકાન નંબર 384માં છાપો માર્યો હતો. આ મકાનમાં કુલદીપ બંસીલાલ ડીંડવાગીયા ભાડેથી રહે છે. તે એલપીજીના મોટા બોટલમાંથી ગેસને નાના બોટલોમાં રીફીલીંગની કામગીરી કરતો હતો.

publive-imageઆ કામગીરી કોઇ પણ સુરક્ષાના પગલા ભર્યા સિવાય કરવામાં આવતી હતી. પોલીસના દરોડા દરમિયાન કુલદીપ ફરાર થઇ ગયો હતો. હાલ તો પોલીસે ફરાર કુલદીપ સામે ગુનો નોધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories