અંકલેશ્વરમાં ગેંગ રેપની ઘટનામાં ચાર સગીર સહિત પાંચ આરોપીઓ ઝડપાયા

અંકલેશ્વરમાં ગેંગ રેપની  ઘટનામાં ચાર સગીર સહિત પાંચ આરોપીઓ ઝડપાયા
New Update

અંકલેશ્વરનાં એક ખોબા જેવડા ગામમાં બકરા ચરાવા ગયેલી 14 વર્ષીય સગીરાને પાંચ નરાધમોએ હવસનો શિકાર બનાવી હતી.આ ગેંગ રેપની ઘટનામાં શહેર પોલીસે ચાર સગીર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.

અંકલેશ્વરનાં એક ગામની સગીર દીકરી બકરા ચરાવવા માટે સવારે 10 વાગે ગામની સીમમાં ગઈ હતી, પરંતુ બપોરનાં 2:30 વાગ્યા સુધી ઘરે પરત ન ફરતા યુવતીનો ભાઈ તેને શોધવા માટે ગામની સીમમાં ગયો હતો.

સગીરાનાં ભાઈએ સીમમાં કોઈ યુવતી સાથે પાંચ જેટલા હવસખોરો બદ કામ કરી રહ્યા હોવાનું નજરે જોતા તેને નરાધમોને પડકાર ફેંક્યો હતો,અને તમામ ત્યાંથી ફરાર થઇ ગયા હતા, જોકે યુવકે નજીક જઈને જોતા તે યુવતી બીજી કોઈ નહિ પરંતુ તેની બહેન જ હતી, તેથી ઘટના થી સ્તબ્ધ બની ગયેલા ભાઈએ હિંમત એકઠી કરીને ગ્રામજનો તેમજ તેમના પિતાને જાણ કરી હતી.

ઘટના સંદર્ભે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ભોગ બનનાર યુવતીનાં પિતાએ પંજક મનુ વસાવા ઉ.વ.21 સહિત પાંચ નરાધમો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી, પોલીસે તેઓની ફરિયાદનાં આધારે પંકજ વસાવા તેમજ તેનાં સગીરવયનાં મિત્રો મળીને પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. અને ગેંગ રેપ,તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી છે.

શહેર પોલીસ દ્વારા આરોપીઓનાં તબીબી પરીક્ષણ અંગેની તજવીજ શરુ કરી છે. જ્યારે ભોગ બનનાર સગીરા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યુ છે.

Here are a few more articles:
Read the Next Article