અંકલેશ્વરમાંથી નાના-મધ્યમ ઉદ્યોગોને મળે છે જાકારો, રાજ્ય બહાર શિફ્ટ થવા બન્યા મજબૂર

New Update
અંકલેશ્વરમાંથી નાના-મધ્યમ ઉદ્યોગોને મળે છે જાકારો, રાજ્ય બહાર શિફ્ટ થવા બન્યા મજબૂર

ગુજરાત સરકાર એક તરફ વિદેશી ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપી રહી છે. ત્યારે ગુજરાતના ઉદ્યોગકારો સરકારની ઢીલી નીતિનો ભોગ બની રહ્યા છે.

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અંકલેશ્વરમાં છેલા ૮ વર્ષોથી કોઈ પણ ઉદ્યોગ સાહસિકોને નવા ઉદ્યોગ નાંખવા પરવાનગી આપવામાં આવી નથી. તદઉપરાંત ચાલુ ઉદ્યોગોની ક્ષમતા પણ વધારવા છેલ્લા ૮ વર્ષથી કોઈ ઉદ્યોગકારોને પરવાનગી મળી નથી. એવામાં અનેક મોટા અને નાના ઉદ્યોગકારો ગુજરાત છોડી એમ.પી. અથવા મહારાષ્ટ્રમાં શિફ્ટ કરવાનું વિચારી રહ્યા છે.

ગુજરાતમાં સેઝ સહિત અનેક મોટી ઔદ્યોગિત વસાહતોની સ્થાપના કરવામાં આવી છે. જેમાં મોટા ભાગે વિદેશી કંપનીઓ પગપેસારો કરી ગઈ છે. બિઝનેશ સમિટનાં માધ્યમ થકી સરકાર દ્વારા મોટા અને વિદેશી ઉદ્યોગકારો સાથે એમઓયુ કરીને તેમને જમીનો ફાળવી કંપનીઓ સ્થાપવા માટે સરકાર લાલ જાજમ પાથરી રહી છે. આવા સંજોગોમાં ગુજરાતનાં સ્થાનિક ઉદ્યોગકારો પ્રત્યે સરકાર ઢીલિ નીતિ દાખવી રહી હોય તેવું ધ્યાને આવી રહ્યું છે. સ્થાનિક નાના અને મધ્યમ કદનાં ઉદ્યોગોને પીઠબળ મળવાને બદલે જાકારો મળી રહ્યો છે. સ્થાનિક ઉદ્યોગકારો નવા પ્લાન્ટ પણ નાંખી શકતા નથી. જે છે તે પ્લાન્ટનું વિસ્તરણ પણ કરવાની પરવાનગી જીપીસીબી દ્વારા આપવામાં આવતી નથી. જેથી નાના અને મધ્યમ કદનાં ઉદ્યોગકારો માટે મોટી સમસ્યા વર્તાઈ રહી છે.

અંકલેશ્વર જીપીસીબીનાં અધિકારી આર.બી. ત્રિવેદીનો સંપર્ક કરતાં તેમણે આ સંદર્ભે જણાવ્યું હતું કે, કેટલાંક ઉદ્યોગકારો પરમીશન પહેલાં જ પ્લાન્ટનું વિસ્તરણ કરી દેતા હોય છે. ત્યારે આવા સંજોગોમાં તેમને પરમીશન આપવા જીપીસીબી બંધાયેલું નથી. કેટલાંક ઉદ્યોગકારો એમએલડી ફોલો કરવામાં ભારે કચાસ રાખતા હોય છે. ત્યારે તમામ ઉદ્યોગકારોએ બેઝલાઈન ડેટા ઉપર પાછા જવું પડે. ક્વોન્ટિટીમાં પોલ્યુશન નક્કિ કરવામાં આવ્યું હોય તેને પણ ફોલો કરવું પડે છે. ત્યારે છેલ્લા 10-12 વર્ષથી કોઈ નવા ઉદ્યોગોને પ્લાન્ટ માટે પરમીશન આપવામાં આવી નથી. જોકે આ બધાં જ પરિબળો પોલ્યુશનને કન્ટ્રોલ કરવા ઉપર કામ કરે છે. જેથી માનવહિતો અને ટેક્નિકલ બાબતો તમામને મધ્યમાં રાખીને જીપીસીબી દ્વારા કામગીરી કરવામાં આવે છે

Latest Stories