New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/02/maxresdefault.jpg)
મુંબઈમાં ફફડાટ ફેલાવનાર ગેંગસ્ટર રવિ પુજારીની વેસ્ટ આફ્રીકામાં સેનેગલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અન્ડરવર્લ્ડ ડોન રવિ પુજારી છેલ્લા 15 વર્ષથી ફરાર હતો. રવિ પુજારીનું નામ દુનિયાના ટોપ ગેંગસ્ટર્સમાં જાણીતું હતું. હાલમાં જ રવિ પુજારના સૌથી મોટા ખબરી આકાશ શેટ્ટીની મુંબઇ ક્રાઇમ બ્રાંચે કર્ણાટકથી ધરપકડ કરી હતી.
હવે રવિ પૂજારી ની ધરપકડ ની ખબર આવી છે અને એના કારણે ઘણા બધા લોકોએ રાહત અનુભવી છે.
રવિ પુજારી ખંડણી માટ બિઝનેસમેન, જ્વેલર્સ, પ્રોફેશનલ્સ, બિલ્ડર્સ, એક્ટર્સ,નેતા અને લેખકોને કોલ કરતો રહેતો હતો. ગત વર્ષે નવેમ્બર મહિનામાં મહારાષ્ટ્રના એક વેપારીએ પોલીસમાં ગેંગસ્ટર રવિ પુજારી વિરૂદ્ધ ખંડણી અને ધમકી આપવાનો આરોપ લગાવતા ફરિયાદ દાખલ કરાઇ હતી.હવે એને ભારત લાવવામાં આવે છે કે નહીં એ ચર્ચા નો વિષય બન્યો છે.
Latest Stories