અક્ષયકુમાર સાથે આગામી ફિલ્મમાં જોવા મળશે નાગિન ફેમ મૌની રોય

New Update
અક્ષયકુમાર સાથે આગામી ફિલ્મમાં જોવા મળશે નાગિન ફેમ મૌની રોય

કલર્સ ટીવી પર આવતા શો નાગિન-2માં શિવાંગીના કિરદારને ન્યાય આપનાર અભિનેત્રી મૌની રોયની લોકપ્રિયતામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ટીવી શોમાં લોકપ્રિયતા હાંસલ કર્યા બાદ હવે મૌની બોલિવૂડમાં પગપેસારો કરવા સજ્જ છે. એક ફિલ્મમાં આઇટમ સોંગ કર્યા બાદ હવે મૌનીની પસંદગી અક્ષયકુમાર અભિનીત ફિલ્મ ગોલ્ડમાં લીડ એક્ટ્રેસ તરીકે થઇ હોવાનું જાણવા મળ્યુ છે.

ફિલ્મનું દિગ્દર્શન રીમા કાગતી કરી રહ્યાં છે. ફિલ્મ ગોલ્ડ એક ભારતીય હોકી ટીમના કોચ બલવીર સિંહના જીવન પર આધારિત છે. બલવીર સિંહના કિરદારને અક્ષયકુમાર ન્યાય આપવાનો છે. આ બાયોપિક ફિલ્મનું નિર્માણ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીનું પ્રોડક્શન હાઉસ એક્સેલ એન્ટરટેઇન્મેન્ટ કરવાનું છે.

ભારતીય હોકી ટીમના કોચ બલવીર સિંહે વર્ષ ૧૯૪૮, ૧૯૫૨ અને ૧૯૫૬માં ભારતને ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવ્યા હતા. આ અગાઉ સલમાન ખાન મૌનીના કામ અને અભિનય તેમજ ડાન્સથી ખૂબ જ પ્રભાવિત હોવાથી તે પોતે મૌનીને ફિલ્મોમાં બ્રેક આપશે એવા અહેવાલો હતા.

Latest Stories