/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/03/maxresdefault-75.jpg)
વર્ષ 2015 થી RPF દ્વાર સુરક્ષા હેલ્પલાઇન નંબર-182 નો વિસ્તાર પુરા ભારત વર્ષમાં કરવામાં આવેલ છે. સદર હેલ્પલાઈન નંબર 182 ટોલ ફ્રી છે તથા 24 કલાક કાર્યરત રહે છે જે રેલવે ડીવીજનલ સિક્યોરિટી કન્ટ્રોલ રૂમ, ઝોનલ લેવલે ઝોનલ સિક્યોરિટી કંટ્રોલ રૂમ તથા રેલવે બોર્ડ લેવલે જોડાયેલ સિસ્ટમ છે.
મુસાફરો ગમે ત્યાં હોય કોઈ પણ રેલ ક્ષેત્રાધિકાર માં હોય પોતાની સમસ્યા ઓ ને Tweet કરી રેલવે અને RPF ને જાણ કરી શકે છે તથા સદર Tweet પર સુરક્ષા અથવા અન્ય કોઈ પણ પ્રકારની સમસ્યા ને નિશ્ચિત સમય સીમા ઉકેલી ફરિયાદ ને સંતુષ્ટ કરવામાં આવે છે જે છેલ્લા એક વર્ષ થી કર્યારત છે.
છેલ્લા 10 વર્ષ થી ભરૂચ રેલવે સ્ટેશન પર CCTV કેમેરા ના માધ્યમ થી આરોપી/અસામાજિક તત્વો પર નજર રાખી તેમજ ધડપકડ કરવામાં ઉપયોગ માં આવી રહી છે. આ સુવિધા માત્ર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ તથા કેટલીક જગ્યાએ જ નિર્દિષ્ટ જગ્યા ઓ સુધીજ સીમિત હોવા થી એવા સ્થાનો તથા ચાલતી ટ્રેનો માં આવા અપરાધી / ગુન્હેગારો વિરુદ્ધ સક્ષમ કાર્યવાહી કરવા તથા યાત્રિકો માં સુરક્ષા ની ભાવના પેદા કરવા સરકાર દ્વ્રારા બોડીવાન કેમેરા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આ મોબાઈલ ની જેમ ફરતો CCTV કેમેરા નું કામ કરે છે.
આ બોડી વૉન કેમેરામાં વિડીયો / ઓડિયો/ ફોટોગ્રાફી જેવી આધુનિક સિસ્ટમો થી લેસ છે. જેથી કરી રેલવે માં કામ કરતા પોલીસ જવાનો ને પણ આરોપી સાથે ની કાર્યમાં સરળતા રહે છે જ્યાં તેમની નજર ફરતી હોય છે તો બીજી બાજુ કેમરા પોતાનું કામ કરતા હોય ચાલતી ટ્રેનો માં ચોરી અને અન્ય ગુન્હા ઓમાં તેનો ઉપયોગ કરી અંકુશ મૂકી શકાય છે.