New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/1507204378_pt-usha-priyanka-chopra.jpg)
બોક્સર મેરિકોમનાં જીવન પરથી બનેલી બાયોપિક ફિલ્મ મેરિકોમમાં સશક્ત કિરદાર નિભાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા ફરી એક સ્પોર્ટ્સ આધારિત બાયોપિક ફિલ્મમાં કામ કરશે, ઓલિમ્પિક ચેમ્પિયન પી. ટી. ઉષાનાં જીવન પરથી બાયોપિક ફિલ્મ બનવાની છે.
જેમાં ફિલ્મ મેકર આ ફિલ્મમાં લીડ રોલ દેશી ગર્લ પ્રિયંકાને ઓફર કરવા માગે છે. અત્યારે પ્રિયંકા પોતાના નિર્માણ હાઉસ તેમજ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સના કમિટમેન્ટ પૂર્ણ કરી રહી છે. પી. ટી. ઉષાના જીવન પરથી બની રહેલી બાયોપિક ફિલ્મનું બજેટ 100 કરોડ રૂપિયા છે. ફિલ્મનું સંગીત એ. આર. રહેમાન આપશે.
Latest Stories