New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/maxresdefault-34.jpg)
ગુજરાતની મુલાકાતનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનનાં પીએમ શિંઝો આબેનો આજે બીજો અને અંતિમ દિવસ છે.
ભારત અને જાપાનનાં પ્રધાનમંત્રીને અમદાવાદનાં શહેરીજનોએ ઉમળકાભેર આવકાર આપ્યો હતો, અને ગુજરાતનાં મહેમાન બનેલા જાપાનનાં વડાપ્રધાન શિંઝો આબે મહેમાનગતિમાં કોઈ ઉણપ ન રહી જાય તે માટેનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે.
જાપાનનાં વડાપ્રધાન શિંઝો આબે અને તેમના પત્નીએ અમદાવાદની હોટલ હયાતમાં રોકાણ કર્યું હતુ, જાપાની મહેમાનને આવકારવા માટે હોટલને સુંદર રોશનીઓનાં શણગાર સાથે નવા રંગરૂપ આપવામાં આવ્યા હતા. અને આબે દંપતીએ પણ તેઓનાં ઉષ્માભર્યા સ્વાગત અને ભવ્ય મહેમાનગતિ બદલ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
Latest Stories