/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/12110121/maxresdefault-133.jpg)
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ કાબૂમાં હોય એવા આંકડા સામે આવી રહ્યા છે, પરંતુ કોરોના હવે સરકારી ઓફિસોમાં વકરી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ પોલીસ કર્મચારીઓમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. એક તરફ, AMC મુખ્ય ઓફિસમાં આવેલા વિવિધ વિભાગોમાં કામ કરતા કુલ 20 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમણના ભોગ બન્યા છે,
શહેરમાં કોરોના સંક્રમણ કાબૂમાં હોય એવા આંકડા સામે આવી રહ્યા છે. પરંતુ કોરોના હવે સરકારી ઓફિસોમાં વકરી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસમાં કોરોના ફેલાયો છે. સેન્ટ્રલ રેકોર્ડ ખાતામાં ફરજ બજાવતા એક કર્મચારીનું મોત થયું છે. AMC ઓફિસમાં કુલ 20 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમણનો ભોગ બનતાં અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
કોર્પોરેશનની વિવિધ કચેરીઓ ઉપરાંત મુખ્ય ઓફિસમાં કોરોના વધતાં મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે 50 ટકા સ્ટાફ સાથે કામગીરી કરવા આદેશ આપ્યા છે. છતાં કર્મચારીઓ કોરોનાનો ભોગ બનતાં ચિંતા ફેલાઈ છે. મળતી માહિતી મુજબ, સેન્ટ્રલ રેકોર્ડ ખાતામાં ફરજ બજાવતા એક કર્મચારીનું કોરોનામાં સારવાર દરમિયાન મોત થયું છે. ચીફ ઓડિટર ઓફિસ, પ્લાનિંગ, રોડ પ્રોજેક્ટ, પ્રોફેશનલ અને પ્રોપર્ટી ટેક્સ વિભાગના કર્મચારીઓ બાદ હવે વોટર પ્રોજેક્ટ વિભાગના કર્મચારીઓ પણ પોઝિટિવ આવ્યા છે. કોરોનાને કારણે દિવાળીનો તહેવારમાં હેલ્થ અને સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે.