અમદાવાદ : આરોપી પાસે હેડ કોન્સટેબલે પોતાના તથા પીઆઇના મળી 1.25 લાખ રૂપિયા માંગ્યા, ઓડીયો કલીપ વાયરલ

New Update
અમદાવાદ : આરોપી પાસે હેડ કોન્સટેબલે પોતાના તથા પીઆઇના મળી 1.25 લાખ રૂપિયા માંગ્યા, ઓડીયો કલીપ વાયરલ

રાજયના મુખ્યમંત્રી પણ સ્વીકારી ચુકયાં છે પોલીસ વિભાગમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર ચાલી રહયો છે અને તેને નાબુદ કરવા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે પણ અમદાવાદના સરદાર નગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સટેબલની વાયરલ થયેલી કલીપે મુખ્યમંત્રીના દાવાનો ફુગ્ગો ફોડી નાંખ્યો છે.

અમદાવાદ શહેરમાં પોલીસ પર વિવાદ ના કિસ્સા વધતા જઇ રહ્યા છે ત્યાર વધુ એક પોલીસ કર્મીની  વિવાદત ઓડિયો કલીપ સામે આવી છે. સોશિયલ મીડિયામાં સરદાર નગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.. જેમાં મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકીના કેસમાં ફસાયેલા આરોપીને બચાવવા રૂપિયાની માગણી કરવામાં આવે છે.સરદાનગર પીઆઇ હેમંત પટેલના એક લાખ રૂપિયા અને હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહના 25 હજાર મળી  આરોપી પાસે સવા લાખ રૂપિયાની માંગણી ઓડિયો ક્લિપમાં કરવામાં આવી રહી છે. આરોપી ચિંટુ સોની પાસેથી રૂપિયા લઈને તેને છાવરવાની ઘટના ઉચ્ચ અધિકારીના  ધ્યાન પર આવી હતી.જેથી ઝોન-4 ના ડીસીપીને સરદાનગર તોડકાંડ બાબતે તપાસ કરવાના આદેશ આપ્યા છે.. વાયરલ થયેલ ઓડિયો ક્લિપની વોઇસ સ્પેકટ્રોગ્રાફી કરાવ્યા બાદ અને સાચી હકીકત તપાસ દરમિયાન બહાર લાવ્યા બાદ કસુુરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારીએ જણાવ્યું છે...

Latest Stories