/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/11160052/maxresdefault-132.jpg)
ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ દ્વારા પ્રથમ તબક્કામાં ૨૨મી ઓગસ્ટે વોલ્વો અને એસી સુવિધાવાળી ૪૦ બસોનું સંચાલન શરૂ કર્યું હતું. હવે બીજા તબક્કામાં આજથી વધુ ૪૦ વોલ્વો અને એસી એસટી બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. રાજયમાં હવે 80 જેટલી વોલ્વો સહિતની પ્રિમિયમ બસો દોડતી થતાં મુસાફરો આરામદાયક રીતે મુસાફરી કરી શકશે.
રાજયમાં શુક્રવારના રોજથી વોલ્વોના વધુ રૂટ શરૂ કરાયાં છે. જેમાં ૧૨ વોલ્વો, ૨૪ એસી સીટર અને ૪ સ્લીપર બસોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી શરૂ કરેલ આ પ્રીમિયમ એસટી બસમાં સૌથી લાંબો ૬૦૫.૪૪ કિ.મીનો રૂટ ઉમરગામથી અંબાજીનો છે.અગાઉ નિગમ દ્વારા આખા રાજ્યમાં કુલ ૧૮૯ વોલ્વો અને એસી બસો દોડાવવામાં આવતી હતી. પરંતુ કોરોના મહામારીના કારણે ૨૨ માર્ચથી સંચાલન સ્થગિત કરાયું હતું.બાદમાં તબક્કાવાર સંચાલન શરૂ કરવામા આવ્યું છે. અત્યાર સુધી ૪૦ પ્રીમિયમ એસટી બસો ચાલાવાતી હતી, જેમાં વધુ ૪૦નો ઉમેરો કરવામાં આવ્યો છે.
આજથી શરૂ થનાર નવી એસટી બસોમાં ૧૨ વોલ્વો બસ નહેરુનગરથી સુરત, અમદાવાદથી રાજકોટ, ભુજથી રાજકોટ અને સુરતથી ગાંધીનગર વચ્ચે ચાલશે. એસટી સીટર સર્વિસમાં અમદાવદથી ડીસા, અમદાવાદથી દાહોદ, અમદાવાદથી ભાવનગર, અમદાવાદથી મોરબી, રાજકોટથી દીવ, રોજકોટથી ભાવનગર, રાજકોટથી મહુવા અને અમદાવાદથી અંબાજી વચ્ચે ચલાવાશે.એસી સ્લીપર સર્વિસમાં ઉમરગામથી અંબાજી અને સુરતથી મોરબી વચ્ચે ચલાવાશે. પ્રીમિયમ એસટી બસો દ્વારા રોજના કુલ ૭૬ ફેરા કરવામાં આવશે જેમાં ૧૮,૦૭૪ કિ.મી જેટલો વિસ્તાર આવરી લેવાશે