અમદાવાદ : કલાકારો અને ડોકટરો વચ્ચે નવરાત્રિની ઉજવણીને લઈને વિવાદ, ડોક્ટરોનું કર્યું અપમાન!

New Update
અમદાવાદ : કલાકારો અને ડોકટરો વચ્ચે નવરાત્રિની ઉજવણીને લઈને વિવાદ, ડોક્ટરોનું કર્યું અપમાન!

રાજ્યમાં કોરોનાને લઇ ગરબા આયોજકો ગરબાનું આયોજન કરવાના મૂડમાં નથી. કોરોનાના કેસ વધતા રાજ્યના કુલ 25 જેટલા મોટા ગરબા આયોજનો થાય છે તે આ વર્ષે નહીં યોજાય. તેવામાં હવે નવરાત્રિ યોજવાને લઇને અભિલાષ ઘોડાએ ફેસબુક પર પોસ્ટ મુકી છે.તેને લઇ હવે વિવાદ સર્જાયો છે ડોક્ટર્સનું માનવું છે કે ઘોડાએ કોરોના વોરિયર્સ ડોક્ટરનું ઘોડાએ અપમાન કર્યું છે ગુજ.ફિલ્મ ફેટરનેટીના જનરલ સેક્રેટરી અભિલાષ ઘોડાએ ફેસબુક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે પોતાનો મત આપ્યો છે કે નવરાત્રી કરવી કે ના કરાવી તે સરકાર નક્કી કરશે કોઈ સંગઠન નહિ.

આખા વિવાદની શરૂઆત થઇ અમદાવાદ મેડાઈકલ એસોના એક પત્રથી જેમાં સરકારને અપીલ કરવામાં આવી કે આ વર્ષે નવરાત્રીની મંજૂરી ના આપવી જોઈએ જો મંજૂરી મળે તો કોરોનાની સ્થિતિ ગંભીર બનશે આ પત્રમાં લખવામાં આવ્યુંકે નવરાત્રી મનોરંજન છે જો એક વર્ષ નહિ ઉજવાય તો કોઈ તકલીફ નહિ થાય બસ અહીંથી વિવાદે જન્મ લીધો અને ગુજરાતી ફિલ્મ ફેટરનેટીના જનરલ સેક્રેટરી અભિલાષ ઘોડાએ એક પોસ્ટ મૂકી કે કેટલાક ડોકટરો પોતાની દુકાન ચલાવે છે અને કેટલાક ડોકટરો દર્દીઓને લૂંટી રહયા છે આ પોસ્ટ બાદ અમદાવાદ મેડિકલ એસો અને અભિલાષ ઘોડા વચ્ચે શાબ્દિક આરોપ નો મારો લાગ્યો છે.

પરંતુ તેમની પોસ્ટને લઇને ડૉક્ટર્સ લોબીમાં નારાજગી જોવા મળી છે. ડોક્ટર્સનું કહેવું છે કે, કોરોના વોરિયર્સ ડોક્ટર્સ વિશે વિવાદિત શબ્દો આ પોસ્ટમાં લખવામાં આવ્યા છે. ઘોડાએ કહ્યું કે, દર્દીઓને લુંટનાર ડોક્ટરો કલાકારોનો વિરોધ કરે છે. કેટલાક લુંટારુ ડોક્ટરો નવરાત્રીને કોરોનાનો ફેલાવો ગણાવે છે. જોકે આ અંગે તેમણે ખુલાસો કર્યો હતો કે આ તમામને લક્ષીને નથી ગણ્યાગાઠ્યા લોકોને લક્ષીને પોસ્ટ મુકવામાં આવી છે,અભિલાષ ઘોડાનું કેહવું છે કે તે દરેક ડોકટરોનું સન્માન કરે છે પણ કેટલાક લોકો આંગળી ચીંધે છે તે બંધ કરે અમારા કલાકારો છેલ્લા 6 મહિનાથી બેકાર છે સરકાર દરેક વસ્તુને છુટ્ટઆપી રહી છે ત્યારે એએમએ કેમ નથી બોલતું શું ત્યારે સંક્ર્મણ નથી ફેલાતું ?

અભિલાષ ઘોડાના નિવેદન બાદ એએમએ તેમને માફી માંગવાનું કહ્યું છે તો સામાજિક આગેવાન યજ્ઞેશ દવે ડોકટરોના સમર્થનમાં આવ્યા છે અને કહ્યું કે અભિલાષ ઘોડાએ જે પોસ્ટ કરી છે તેમાં ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ડોકટરોનું અપમાન થયું છે અને અભિલાષ ઘોડાએ માફી મંગાવી જોઈએ યજ્ઞેશ દવે કહે છે સરકાર નક્કી કરશે નવરાત્રી થવી જોઈએ કે નહિ પણ ડોકટરો નિસ્વાર્થ ભાવે સેવા કરી રહયા છે ડોકટરો નું અપમાન ના કરવું જોઈએ આ શબ્દો પાછા ખેંચવા જોઈએ.

Latest Stories