/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/02230212/maxresdefault-31.jpg)
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક ભેજાબાજ ગેંગનો પર્દાફાશ કર્યો છે... એક એવી ગેંગ કે જે સમગ્ર ગુજરાતમાંથી ટ્રક અને ડમ્પર જેવા ભારે વાહનોની ચોરી કરવામાં માહેર છે... આ ગેંગના સાગરિતોએ વાહન ચોરીનો તરખાટ મચાવીને પોલીસને પણ પરેશાન કરી દીધી હતી.. પણ આખરે આ ટોળકી ના સાગરીતો આવી ગયા પોલીસ ગિરફ્તમાં.. અને બે નકાબ થયું ટ્રક અને ડમ્પર ચોરીનું રાજ્યવ્યાપી કૌભાંડ....
અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સકંજામાં દેખાતા આ બંને શખ્સો ટ્રક ચોરી કરતી ટોળકીના સાગરીતો છે... બંનેના નામ ની વાત કરવામાં આવે તો, એકનું નામ બદરુદ્દીન સૈયદ અને બીજાનું નામ અબ્દુલકાદીર દિવાન છે.. આ બંને ભેજાબાજ ચોર પીરાણા ડમ્પિંગ સ્ટેશન પાસે ચોરી ના ટ્રક વેચવા માટે આવેલા હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી.. જેના આધાર ક્રાઈમ બ્રાન્ચે છટકું ગોઠવી ચોરીના મુદ્દામાલ સાથે બંન આરોપીઓને ઝડપી લીધા.. અને પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં બહાાર આવ્યું ટ્રક અને ડમ્પર ચોરી નું રાજ્યવ્યાપી કૌભાંડ..
આ બંને ભેજાબાજ શખ્સોએ પોલીસ પૂછપરછમાં હજારથી વધારે ગુનાઓની ના માત્ર કબૂલાત કરી પરંતુ ચોરી કરેલા વાહનો નું શું કરતા હતા તે સમગ્ર મોડસ ઓપરેન્ડી પણ જણાવી... ઉલ્લેખનીય છે કે ચોરી કરેલા વાહનો ના એન્જિન અને ચેચીસ નંબર બદલી નાખતા હતા.. એટલું જ નહીં ટ્રક અને ડમ્પરના ટાયર ઓ અને બોડી માં પણ ફેરબદલ કરતા હતા... સમગ્ર રાજ્યના અલગ-અલગ શહેરોમાં આ ટોળકીએ તરખાટ મચાવ્યો હતો.. બદરુદ્દીન સૈયદ અને અબ્દુલ કાદિર દિવાન સિવાય અન્ય પાંચ થી છ શખ્સો હજી પણ પોલીસ પકડથી બહાર છે.. જેને શોધવા માટે પોલીસે ઘનિષ્ઠ કાર્યવાહી હાથ ધરી છે... ગુનેગારોની પૂછપરછ માં બહાર આવ્યું છે કે ચોરી કરેલા ટ્રક અને ડમ્પર વડોદરાના એક પ્લોટમાં છુપાવીને રાખવામાં આવતા હતા... જ્યાં પોલીસે તપાસ કરતા અનેક ચોંકાવનારી વસ્તુઓ પણ મળી આવી છે... જેનો ઉપયોગ આ ચોર ટોળકી ચોરીના વાહનોને મોડીફાઇ કરવામાં કરતી હતી...
ક્રાઈમ બ્રાન્ચે હાલ બે આરોપીઓની ટ્રક અને ડમ્પર ચોરીની ઘટનામાં ધરપકડ કરી છે... જેમાં પૂછપરછ દરમિયાન ચોરીના વધુ ગૂનાની કબૂલાત બહાર આવે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે... ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની સાથે સાથે ટોળકીના વધુ છ ગુનેગારોને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે...