/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/04145849/maxresdefault-43.jpg)
અમદાવાદમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે માસ્ક ફરજિયાત પહેરવું તથા સોશિયલ ડીસ્ટન્સનો અમલ કરવાનું ફરજિયાત છે. તેમ છતાં આલ્ફા મોલમાં ખરીદી માટે આવેલાં લોકોએ નિયમોના ધજાગરા ઉડાવી દેતાં આખરે મોલ સીલ કરી દેવાયો છે.
અમદાવાદ શહેરમાં વધી રહેલાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે શહેરીજનો માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યાં છે. લોકોને ફરજિયાત માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડીસ્ટન્સનો અમલ કરવા જણાવવામાં આવી રહયું છે પણ લોકો હજી બેફીકર છે. અમદાવાદમાં આવેલાં આલ્ફા મોલમાં ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયાં હતાં. મોલમાં ખરીદી કરવા આવેલાં મોટાભાગના લોકોએ માસ્ક પહેર્યા ન હતાં તેમજ એકબીજા વચ્ચે અંતર પણ જાળવી રાખ્યું ન હતું. ગંભીર પ્રકારની બેદરકારી જણાતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે સ્થળ પર પહોંચી મોલને સીલ કરી દીધો છે.