/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/03223201/maxresdefault-43.jpg)
અમદાવાદ જિલ્લા એલસીબીએ ઘરફોડ ચોરીને અંજામ આપતી ચડ્ડી-બનિયાનધારી ગેંગનો ને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે... પોલીસે તપાસ દરમિયાન ચડ્ડી-બનિયાનધારી ગેંગના ચાર આરોપીઓને ઝડપીને જેલ હવાલે કર્યા છે... તો બીજી તરફ ઝડપાયેલા આરોપીઓ ની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં અલગ-અલગ જિલ્લાના બે ડઝનથી વધારે ગુનાઓના ભેદ ખુલ્યા છે.
પોલીસ પૂછપરછમાં ઝડપાયેલી ટોળકીએ અમદાવાદ, વડોદરા, રાજકોટ, જુનાગઢ, અને ભરૂચ જિલ્લાના ઘરફોડ ચોરીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.. અમદાવાદ ગ્રામ્ય એલસીબી ને મળેલી આ સફળતા બાદ પોલીસે ઘરફોડ ટોળકી ના વધુ સાગરીતોને પકડવા માટે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે... અમદાવાદ જિલ્લા એલસીબી નું માનવું છે કે આ ટોળકી સાથે અન્ય સાગરીતો જોડાયેલા છે અને સમગ્ર રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આ ટોળકીએ હજુ પણ અનેક ગુનાઓ ને અંજામ આપ્યો છે.. જે તમામ બાબતોનો ચડ્ડી-બનિયાનધારી ના રિમાન્ડ મળ્યા બાદ મેળવવામાં આવશે...
પકડાયેલ આરોપીઓ રાજ્યભરમાં આ પ્રમાણે ચોરી કરતી આવી છે. આ ગેંગ અમદાવાદ જિલ્લામાં ધંધૂકા- રાણપુર રોડ પર કૃપા પેટ્રોલપંપ પર અઠવાડિયા પહેલાં ચારથી પાંચ શખસ આવી સીસીટીવીના વાયરો કાપી પેટ્રોલપંપ પર લૂંટ ચલાવી હતી. રોકડ અને મોબાઈલ લૂંટી ફરાર થઈ જતાં જિલ્લા LCB પીઆઇ આર.જે ખાંટ અને ટીમે તપાસ શરૂ કરી હતી. બનાવમાં આરોપીઓના વર્ણન પરથી મધ્યપ્રદેશની ચડ્ડી બનિયાનધારી ગેંગ હોવાનું જણાતાં એ દિશામાં તપાસ કરતાં ચાર શખસની LCBએ ધરપકડ કરી હતી.
પોલીસે પૂછપરછ કરતાં રાતે બંધ અને એકાંતવાળા મકાનને ગેંગ ટાર્ગેટ કરી ચોરી કરતા હોવાનું જણાવ્યું હતું. ચોરી કરતા સમયે ટી શર્ટ કાઢી અને કમરે બાંધતા હતા અને પેન્ટને ઉપર સુધી બાયો ચડાવી અને ચડ્ડી બનિયાનધારીનો વેશ કરતા બાદમાં ચોરી કરતા હતા. હાલ અન્ય ક્યાં ક્યાં ચોરી કરી છે એ દિશામાં LCBએ પૂછપરછ શરૂ કરી છે. પુછપરછ દરમ્યાન હજી વધુ ગુન્હાઓના ભેદ ઉકેલાય એવી શક્યતાઓ છે.