/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/48083f85-2843-4b95-b1b1-1f793f8961c3.jpg)
વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર આવેલી ગોલ્ડન ચોકડી પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતા સર્જાયો છે. જેમાં એક જ પરિવારનાં ચાર સભ્યોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માત સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/06/vlcsnap-2018-06-02-09h27m44s907.png)
પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ, મુંબઇનો પરિવાર કારમાં અમદાવાદ જવા માટે નીકળ્યો હોવાનું જાણવા મળ્યુ છે. જે આજે વડોદરા નજીક નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો. તેવામાં ગોલ્ડન ચોકડી પાસે વહેલી સવારે રોડ સાઈડમાં ઊભેલી ટ્રક નંબર MH 12 , LT 9084 ની ટ્રકની પાછળ બલેનો કાર નંબર MH 47 Q 3410 ઘુસી ગઇ હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/06/vlcsnap-2018-06-02-09h27m29s275-300x166.png)
આ ઘટનામાં ગંભીર ઈજાને પગલે દંપતિ સહિત એક જ પરિવારનાં ચાર સભ્યોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. મૃતકોમાં ત્રણ મહિલા અને એક પુરૂષોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. અને વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. જ્યારે બે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો.