અમદાવાદ : ટ્રાફિકના નિયમનું કરજો પાલન, નહિતર પાંચ ગણો દંડ ભરવા રહેજો તૈયાર

New Update
અમદાવાદ : ટ્રાફિકના નિયમનું કરજો પાલન, નહિતર પાંચ ગણો દંડ ભરવા રહેજો તૈયાર

રાજ્યભરમાં આજથી ટ્રાફિકના નિયમનનું કડકપણે પાલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં પણ નાગરિકોને

જુના કરતાં પાંચ ગણો

વધારે દંડ ભરવો પડશે. જોકે લોકો ટ્રાફીકના નિયમન લઈને જવાબદાર નાગરિક બન્યા છે, તો કેટલાક

નાગરિકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં થોડા સમય પહેલાં ટ્રાફિક નિયમનને લઈને લોકોને એક મહિના સુધીની છૂટ આપવામાં આવી હતી, ત્યારે અમદાવાદ શહેરમાં પણ

ટ્રાફિક નિયમોને લઈને ટ્રાફિક પોલીસ તો ખરી જ પરંતુ સ્થાનિક લોકો પણ જવાબદાર બન્યા

છે. અમદાવાદ શહેરના મોટા ભાગના લોકો દ્વારા ટ્રાફિક

નિયમનું પાલન કરવામાં આવે છે, જ્યારે બીજી બાજુ લોકોમાં વધુ દંડને કારણે રોષ પણ જોવા મળ્યો હતો. આરસી બુક, પીયુસી, લાઇસન્સ, એચએસઆરપી નંબર પ્લેટ, સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તો તેના માટે પણ મોટા દંડની જોગવાઈ

કરવામાં આવી છે, ત્યારે કેટલાક

સ્થાનિકો દ્વારા આ નિયમોને વધાવી લેવામાં પણ આવ્યો છે અને એક જવાબદાર નાગરિક તરીકે

પોતાની ફરજ પણ નિભાવે છે. મોટાભાગના લોકોએ તો ટ્રાફિક

નિયમોનું પાલન કરી રહ્યા છે.

Latest Stories