અમદાવાદ : દુષ્કર્મ કરી મહિલાને લૂંટી ફરાર એક આરોપીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

New Update
અમદાવાદ :  દુષ્કર્મ કરી મહિલાને લૂંટી ફરાર એક આરોપીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેંગ રેપ કેસના એક આરોપીની ધરપકડ કરી છે. સાબરમતી વિસ્તારમાં ગેંગરેપમાં ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. 2 આરોપીઓ ભેગા થઈને કામ આપવાનું કહી મહિલાને લઈ ગયા હતા. મહિલાને ઝૂંડાલ સર્કલ પાસે ઝાડીમાં મહિલા સાથે ગેંગ રેપ કરી તેનો મોબાઈલ અને ચેઇન લૂંટી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. મહત્વ નું છે કે 11 વર્ષ ના બાળકે આરોપી સુધી પહોંચવામાં મદદ કરી છે.

ક્રાઈમ બ્રાન્ચની પકડમાં ઉભેલો આરોપી પપ્પુ હટીલા મૂળ દાહોદનો રહેવાસી છે અને અમદાવાદમાં છૂટક મજૂરી કરે છે. ગત 16 સપ્ટેમ્બરના રોજ  આરોપી પોતાના સહ આરોપી સાથે અખબારનાગરથી એક મહિલાને કડીયા કામ આપવાનું કહી ઝૂંડાલ સર્કલ પાસે ઝાડીઓમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ મહિલા સાથે બંને આરોપીઓ દુષ્કર્મ કર્યુ હતું. દુષ્કાર્મ બાદ પણ આરોપીઓ મહિલાને માર મારી તેની પાસેથી મોબાઈલ અને રોકડ રકમ પણ લૂંટી ગયા હતા. પોલીસે તપાસ કરી એક આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે તપાસ શરૂ કરી તો મહિલાનો મોબાઈલ એક 11 વર્ષના બાળક પાસે હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બાળકની તપાસ કરી તો જાણવા મળ્યું કે તેને આ મોબાઈલ આરોપી પપ્પુ પાસેથી 300 રૂપિયામાં લીધો હતો.

જોકે બાળક પપ્પુને સારી રીતે જાણતો નહતો. પોલીસે બાળકને સાથે રાખી આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને ઘણી મહેનત બાદ આરોપી સુધી પહોંચી હતી. આરોપી ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ મજૂરી કરે છે. મળતી માહિતી પ્રમાણે આરોપીના સાતેક વર્ષ પહેલાં પ્રેમ લગ્ન થયા હતા અને 8 મહિના પહેલા તેની પત્ની સાથે જેતપુર જવા બબાલ થઈ હતી અને ત્યારથી આરોપી રેન બસેરા માં એકલો રેહતો હતો. આખરે પોલીસે આ આરોપીને પકડી ગુન્હાનો ભેદ ઉકેલ્યો છે. અને બીજા આંય સાથીદારની તપાસ કરવામાં આવી રહી છે.

આ કેસમાં કુલ 2 આરોપીઓ સામીલ હતા જેમાંથી એકને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી લેવામાં આવ્યો છે તેની સાથે તેનો બીજો સાથી દરની શોધખોળ ચાલુ છે. આ  મામલે ટિમ મહેનત કરી રહી હતી અને અમને 11 વર્ષના બાળકે ખૂબજ મદદ કરી છે અને એક આરોપી સુધી પહોંચી ગયા.હાલ બીજા આરોપીને પકડવા ટિમ કામ કરી રહી છે.

Latest Stories