અમદાવાદ : નરોડા AMTS બસ સ્ટેન્ડમાં બોલેરો ઘૂસી, ૭ લોકોને લીધા અડફેટે

New Update
અમદાવાદ : નરોડા AMTS બસ સ્ટેન્ડમાં બોલેરો ઘૂસી, ૭ લોકોને લીધા અડફેટે

અમદાવાદ શહેરના નરોડા એએમટીએસ બસ સ્ટેન્ડમાં એક બેકાબૂ બનેલ બોલેરો કાર ઘૂસી જતાં અકસ્માતની ઘટના સર્જાઈ હતી.

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલ એએમટીએસ બસ સ્ટેન્ડમાં એક બોલેરો પૂરપાટ ઝડપે ધસી આવી હતી. જેના પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બોલેરોના ચાલકે ૭ લોકોને અડફેટે લીધા હતા. જેમાં બે લોકોને ખૂબ ગંભીર રીતે ઇજાઓ પહોચી હતી. જ્યારે અન્ય લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. સમગ્ર ઘટનામાં બોલેરોનો ચાલક નશાની હાલતમાં હોવાનું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું હતું.

Latest Stories