/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/23145243/maxresdefault-258.jpg)
કોરોના વાયરસના કારણે હોમ કવોરન્ટાઇનનો અનુભવ કરી ચુકેલા અમદાવાદીઓને વરસાદ ફરી કોરોના વાયરસની યાદ અપાવી રહયો છે. ગઇકાલથી શરૂ થયેલા ભારે વરસાદથી બાપુનગર તેમજ આસપાસના વિસ્તારો જળબંબાકાર બની જતાં લોકો પોતાના ઘરોમાં કેદ થઇ ગયાં છે.
કોરોના વાયરસના કારણે માર્ચ, એપ્રિલ અને મે મહિના દરમિયાન લોકોએ લોકડાઉનનો સામનો કર્યો હતો. લોકડાઉન દરમિયાન લોકો પોતાના ઘરોની બહાર નીકળી શકતાં ન હતાં. કોરોના વાયરસનો કહેર યથાવત રહયો છે પણ હવે આકાશમાંથી વરસી રહેલી આફતથી લોકો ફરી પોતાના ઘરોમાં રહેવા માટે મજબુર બની ગયાં છે. ગઇકાલથી શરૂ થયેલા ભારે વરસાદથી બાપુનગર સહિતના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયાં છે. ભારે વરસાદને મહાનગરપાલિકાની પ્રિમોનસુન કામગીરીના ધજાગરા ઉડાવી દીધાં છે. ઠેર ઠેર પાણી ભરાય ગયાં હોવાથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે