અમદાવાદ: બિલ્ડર નઝીર વોરાની પત્ની પર થયું ધોળાદિવસે ફાયરિંગ

અમદાવાદ: બિલ્ડર નઝીર વોરાની પત્ની પર થયું ધોળાદિવસે ફાયરિંગ
New Update

અમદાવાદમાં બિલ્ડર નઝીર વોરાની પત્ની પર ફાયરિંગ થયું છે. જેના કારણે અફરાતફડીનો માહોલ સર્જાયો છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઇને આગળની તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં જુહાપુરામાં સોનલ સિનેમા પાસે બિલ્ડર નઝીર વોરાની પત્ની પર ફાયરિંગ થયું છે. જમીન વિવાદ મામલે બિલ્ડર નિમેષ પટેલ નામના શખ્સે હવામાં ફાયરિંગ કર્યું છે. બિલ્ડર નઝીર વોરાની પત્ની સાથે જમીન વિવાદમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે.

આ ઘટનાની જાણ થતા વેજલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તમને જણાવી દઇએ કે, ગતવર્ષે નઝીર વોરા ઉપર પણ ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, જમીનને લઈને બંને વચ્ચે ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી.

બિલ્ડર કમ હિસ્ટ્રિશીટર નઝીર વોરા અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી જમીન અને ધાકધમકી આપવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે. તેની વિરૂધ્ધ ઘણા ગુનાઓ પણ નોંધાયેલા છે. આ પહેલા જૂન મહિનામાં ઇદના બીજા દિવસે નઝીર વોરા પર કારમાં આવેલા ત્રણ શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

આ મામલે પોલીસે ગેંગસ્ટર રાજસ્થાનમાંથી નરેન્દ્ર પાનેરીની ધરપકડ કરી હતી. જેમાં પાનેરીએ ચોંકાવનારી કબૂલાત કરી હતી કે, તેને નઝીર વોરાની હત્યા માટે તેના બનેવી અને તેની બીજી પત્નીએ સોપારી આપી હતી. ત્યારે ફરી નઝીર વોરાની પત્નિ પર ફાયરીંગની ઘટનાએ અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.

Here are a few more articles:
Read the Next Article