અમદાવાદ : બોડકદેવના રહેણાંક વિસ્તારમાં અજગર આવી ચઢ્યો, જુઓ અજગરનું “LIVE” રેસક્યું

New Update
અમદાવાદ : બોડકદેવના રહેણાંક વિસ્તારમાં અજગર આવી ચઢ્યો, જુઓ અજગરનું “LIVE” રેસક્યું

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં અજગર આવી ચઢ્યો હતો, ત્યારે જીવદયા પ્રેમીઓ દ્વારા અજગરનું રેસક્યું કરી તેને સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર નજીક બોડકદેવમાં આવેલી આકાશનિમ બગલોઝમાં લગભગ 6 ફૂટથી વધુ લાંબો અજગર જોવા મળ્યો હતો, જોકે મોડી રાત્રે અજગર જોવા મળતા સોસાયટીના રહીશોમાં ભારે અફરાતફરી મચી હતી, ત્યારે વહેલી સવારે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ફોર્સ દ્વારા અજગરનું રેસક્યું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અજગરને જંગલ વિસ્તારમાં સલામત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો.

Latest Stories