અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ અંગે સમીક્ષા કરતા જાપાનના અધિકારીઓ

New Update
અમદાવાદ મુંબઈ  બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ અંગે સમીક્ષા કરતા જાપાનના અધિકારીઓ

અમદાવાદ મુંબઈ વચ્ચેના હાઈસ્પીડ બુલેટ ટ્રેન અંગેના પ્રોજેકટ સંદર્ભે જાપાનની એક એજન્સીના ઉચ્ચ અધિકારીઓએ અમદાવાદ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી.

 બુલેટ ટ્રેન

કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદ મુંબઈ વચ્ચે દેશની પ્રથમ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ની જાહેરાત કરી હતી,જે પ્રોજેક્ટ સંદર્ભે કામગીરી ના ભાગ રૂપે જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી (જેઆઈસીએ જાયકા)ના 30 જેટલા સભ્યોની ટીમે અમદવાદ રેલવે મથકની મુલાકાત લીધી હતી.અને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ના ટ્રેક,રેલવે યાર્ડ સહિતની બાબતોનું બારીકાય થી નિરીક્ષણ કર્યુ હતુ.

અંદાજિત 98000 કરોડના આ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન વર્ષ 2023માં અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે અમદવાદ મુંબઈ વચ્ચે હાઈસ્પીડ બુલેટ ટ્રેન થકી ધંધા રોજગારને નવો વેગ મળશે અને ગુજરાત મુંબઈ વચ્ચેનો સંપર્ક હાઈસ્પીડ થશે.

Latest Stories