/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/01175210/maxresdefault-8.jpg)
અમદાવાદમાં 1.26 કરોડ રૂપિયા પરત ન આપવા પડે તે માટે વેપારીને આપવામાં આવેલાં માનસિક ત્રાસ અને ધમકીના કારણે તેણે આપઘાત કરી લીધો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બનાવ સંદર્ભમાં રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રીય માહિતી અનુસાર તારીખ 17 ઓગષ્ટ 2020ના રોજ રામોલ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો બનાવ નોંધાયો હતો. જેમાં 68 વર્ષીય નારાયણ શર્માએ પોતાના ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ બાદ તેમની અંતિમ વિધિ માટે પુત્ર સહિતનો પરિવાર ઉત્તર પ્રદેશ ગયો હતો. ઉત્તર પ્રદેશથી પરત આવ્યાં બાદ ઘરમાં તપાસ કરતાં નારાયણ શર્માના પલંગના ઓશીકા નીચેથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેમણે વિષ્ણુ રમેશ અગ્રવાલ, રાજકુમાર રમેશ અગ્રવાલ તથા નૈનેશ અગ્રવાલને 1.26 કરોડ રૂપિયા આપ્યાં હતાં. આ રૂપિયા પરત ન આપવા પડે તે માટે અગ્રવાલ બંધુઓ મૃતક નારાયણ શર્માને હત્યા કરાવી નાંખશે તેવી ધમકી આપી હતી. બનાવ સંદર્ભમાં મૃતકના પુત્ર દિલીપે રામોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે ત્રણેય આરોપીઓ સામે આપઘાતની પ્રેરણા આપવાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.