અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીના પરિવારે માર મારતાં તબીબો હડતાળ પર

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીના પરિવારે માર મારતાં તબીબો હડતાળ પર
New Update

ડોક્ટર સામાન્ય માનવીની મદદ માટે હોય છે, જેને ભગવાનનો બીજું રૂપ માનવામાં આવે છે. પરંતુ જ્યારે આ ભગવાન સાથે જ ગેરવર્તન કરવામાં આવે ત્યારે શું કરવું? હાલમાં આ પ્રકારની જ ઘટના અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બની છે. બુધવારે સિવિલ હોસ્પિટલમાં એક દર્દીનું મોત થયું હતું. જેમાં પરિવારનો આક્ષેપ છે કે ડોક્ટરની અપૂરતી સારવારના કારણે તેમના પરિવારના સભ્યનું મોત થયું હતું.

publive-image

આ પછી રોષે ભરાયેલા પરિવારના સભ્યો દ્વારા ડોક્ટરો સાથે છૂટાહાથની મારામારી કરવામાં આવી હતી. જેના કારણે હોસ્પિટલને પણ નુકસાન પહોંચાડવામાં આવેલ છે.આ તરફ ડોક્ટરો તરફથી કહેવું છે કે તેમની કોઈ ભૂલ ન હોવા છતાં મારામારી કરવામાં આવી છે.

સમગ્ર ઘટનાએ ઉગ્ર રૂપ ધારણ કરતાં આજ રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓએ હડતાળ પર રહેવાનો નિર્ણય કર્યો છે. તેમની માંગણી છે કે તેમના સાથી ડોક્ટર સાથે મારામારી કરનાર પરિવારના સભ્યોની ધરપકડ કરવામાં આવે. તેમજ તેમના વિરૂધ્ધ જરૂરી પગલાં ભરવામાં આવે. આ ઘટના અંગે હાલમાં હોસ્પિટલના ડીન તરફથી કોઈ પણ પ્રક્રિયા આપવામાં આવી નથી.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article