અમદાવાદના રામોલ હત્યા બાદ મૃતકના સગાઓએ હોસ્પિટલમાં પણ કરી ધમાલ

અમદાવાદના રામોલ હત્યા બાદ મૃતકના સગાઓએ હોસ્પિટલમાં પણ કરી ધમાલ
New Update

અમદાવાદના રામોલમાં ગત રાતે બે ઈસમો વચ્ચે અંગત અદાવતમાં મારામારી થઈ હતી જે દરમિયાન એક ઇસમનું મોત થયું હતું અને એક ઘાયલ થયો હતો. મૃતક ઇસમને પરિવારજનોએ આ મામલે હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો અને તોડફોડ કરી હતી. રામોલ પોલીસે આ અંગે અલગ અલગ બે ફરિયાદ નોંધાવી તપાસ શરૂ કરી છે.

શહેરના રામોલના જનતાનગરમાં ગત રાતે 8-30 વાગે શમશેર શેખ અને રમીજખાન પઠાણ વચ્ચે જૂની અદાવતમાં હથિયારથી મારામારી થઈ હતી.જે દરમિયાન બંને શખ્સો ઘાયલ થયા હતા અને સારવાર માટે એલ.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.રમીજખાનને ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો. આ મામલે મૃતક રમીજના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં તોડફોડ કરી હતી ઉપરાંત શંકાસ્પદ ઈસમ એટલે કે શમશેરને પણ મારમર્યો હતો. ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ અને મણિનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

ગુનો રામોલમાં થયો હોવાથી રામોલ પોલીસે આ મામલે બંને પક્ષની ફરિયાદ નોંધી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી તો બીજી તરફ એલ.જી.હોસ્પિટલમાં પણ તોડફોડ કરવામાં આવી હતી જે અંગે મણિનગર પોલીસે તપાસ હાથ ધરી હતી.હોસ્પિટલમાં થયેલ બનાવને પગલે ઝોન-5 અને ઝોન-6 ડીસીપી સહિતનો પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો.પોલીસે આ મામલે પ્રત્યક્ષદર્શી અને પરિવારજનોની પૂછપરછ પણ કરી હતી.

બંને ઈસમ શમશેર શેખ અને રમીજખાન પઠાણ વચ્ચે જૂની અદાવત હતી અગાઉ પણ બંને સામે અનેક મારામારીના ગુન્હા નોંધાયેલા છે. બંનેએ એક બીજા પરહથિયારીથી હુમલો કર્યો હતો.બંને ઈસમો રામોલના નામચિહ્ન રહી ચૂક્યા છે. પોલીસે બંને ઈસમો વચ્ચે ક્યાં કારણથી અદાવત હતી તે અંગે પણ તપાસ શરૂ કરી છે.

Here are a few more articles:
Read the Next Article