અમદાવાદનાં વિસ્તારોમાં પહેલા વરસાદમાં જ ભરાયા પાણી

અમદાવાદનાં વિસ્તારોમાં પહેલા વરસાદમાં જ ભરાયા પાણી
New Update

અમદાવાદના નરોડા,કાંકરિયા સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદ

ગુજરાતમાં વિધિવત વરસાદનો પ્રારંભ થઈ ગયો છે. ગરમીને કારણે સૂકા પડેલી જમીન પર વરસાદ વરસતા ગુજરાતીઓ આનંદિત થઈ ગયા છે. મોડી રાતથી ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદ પડ્યો છે. તો બીજી તરફ, અમદાવાદમાં પણ વહેલી સવારે વરસાદનું આગમન થયું હતું. અમદાવાદના નરોડા, કાંકરિયા સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો હતો.

વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રામોલ, હાતીજણ, વટવા, ધોળકા, બાવળા, ધંધુકા, નારોલ, બાપુનગર, ઠક્કરબાપાનગર, સીટીએમ,સાબરમતી, ગોતા, ચાંદલોડિયા, ચાંદખેડામાં વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં સવારે 6થઈ 8 વાગ્યા સુધીમાં સરેરાશ 13.40 MM વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ અમદાવાદના દક્ષિણ ઝોનમાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો. માત્ર મણિનગરમાં જ સવા ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. પૂર્વ ઝોનમાં 13.83 MM વરસાદ, નવા પશ્ચિમમાં 12.67 MM, મધ્ય ઝોનમાં 13.50 MM પશ્ચિમમાં 8.63 MM, ઉત્તરઝોનમાં 2.50 MM વરસાદ પડ્યો હતો.

પહેલા જ વરસાદમાં થયેલ નુકશાન

અમદાવાદમાં ભારે પવનના કારણે આંબાવાડી વિસ્તારમાં વૃક્ષ ધારાશાયી થયું હતું. પ્રથમ વરસાદમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. હિમાલયા મોલ પાસે પણ વૃક્ષ ધરાશાયી થયું. ખોખરા હાઉસીંગ બોર્ડ વિસ્તારો, જશોદાનગર પુનિતનગર ક્રોસિંગ પાસે, CTM કુશાભાઉ ઠાકરે હોલ પાસે, રબારી કોલોની પાસે નીચાણવાળાં વિસ્તાર તથા એક્સપ્રેસ હાઈવે રાધિકાપાર્ક સોસાયટી પાસે પાણી ભરાયા છે.

Here are a few more articles:
Read the Next Article