New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/hqdefault-35.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદનાં છારોડી ગુરુકુળ ખાતે બનેલી જોગી સ્વામી એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ હતુ.
40 કરોડનાં ખર્ચે તૈયાર થયેલી હોસ્પિટલમાં યોગ, આયુ્ર્વેદ એલોપથી થી લોકોને નજીવા દરે સારવાર કરી આપવામાં આવશે. રવિવારે સાંજે યોજાયેલા લોકાર્પણ સમારોહમાં સ્વામિનારાયણ ગુરુકુળના વરિષ્ઠ સંતો પણ હાજર રહ્યા હતા.
દોઢ લાખ સ્ક્વેર ફિટમાં ફેલાયેલી હોસ્પિટલ સાત માળની છે અને તેમાં મેડિકલના લેટેસ્ટ તમામ ઇક્વિપમેન્ટસ ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં 200 બેડની હાલમાં તેમાં સગવડતા ઉભી કરાઈ છે. આયુર્વેદ વિભાગમાં કેન્સર, કિડની, ક્ષારસૂત્ર, સૌંદર્ય ચિકિત્સા, નાડી પરીક્ષા, પંચકર્મ, વ્યસન મુક્તિ વગેરે રોગોમની સારવાર કરવામાં આવશે.
Latest Stories