અમદાવાદમાં દર્દીએ મહિલા કર્મચારી પર કર્યો હુમલો

New Update
અમદાવાદમાં દર્દીએ મહિલા કર્મચારી પર કર્યો હુમલો

ટ્રોમા વોર્ડમાં મહિલા ઈજાગ્રસ્ત

અમદાવાદમાં આવેલી એલજી હોસ્પિટલનો બનાવ

અમદાવાદમાં આવેલી એલજી હોસ્પિટલમાં એક મહિલા કર્મચારીને માર મર્યાની ઘટના બની છે. ગીતાબેન અતુલભાઈ સોલંકી નામની મહિલા સફાઈ કામદાર છે અને છેલ્લા ૧૦ વર્ષથી એલ.જી.હોસ્પિટલમાં ફરજ બજાવે છે. એક જ કીડની ધરાવતી મહિલા કર્મચારીને દર્દીના સગાઓએ માથાના વાળ પકડીને ઢસડીને ઢોર માર મારતા બેભાન અવસ્થામા ટ્રોમા વોર્ડમાં દાખલ કરાઈ છે.

આ પણ વાંચો: અમદાવાદનાં ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાંથી 1.5 કરોડના દાગીનાની દિલધડક લૂંટ

મહિલા કર્મચારીને પેશન્ટ અને તેના સગા દ્વારા માર મારવામાં આવ્યો છે. જેથી મહિલા ઇજાગ્રસ્ત થતાં તેની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ આ ઇજાગ્રસ્ત સફાઈ કામદાર મહિલા એક પછી એક એમ બે પેશન્ટને સોનોગ્રાફી કરાવવા માટે બન્નેને અલગ વોર્ડમાં લાવી હતી. આ દરિમયાન એક પેશન્ટ સાથે થોડી રકઝક થઈ હતી.

બાદમાં પેશન્ટ અને તેના સગા દ્વારા આ સફાઈ કામદાર મહિલાને ગડદાપાટુનો માર મારી તેમજ વાળ ખેચીને માર મરાયો હતો. તેવો આ ઇજાગ્રસ્ત મહિલાએ આક્ષેપ કર્યો છે. જો કે આ મારથી કર્મચારી મહિલા બેભાન થઈ ગઈ હતી.જેથી તેને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલમાં જ ભરતી કરીને સારવાર આપવામાં આવી છે. સારવાર આપ્યા બાદ હાલ તો આ મહિલાની તબિયત સુધારા પર છે. આ ઘટનાને લઈને મહિલાએ ફરિયાદ પણ નોંધાવી છે.

Latest Stories