અમદાવાદમાં મેટ્રો સહિતના અન્ય મોટા કામોને લીધે પાણી ભરાવવાની સમસ્યા

અમદાવાદમાં મેટ્રો સહિતના અન્ય મોટા કામોને લીધે પાણી ભરાવવાની સમસ્યા
New Update

અમદાવાદીઓને ગત ચોમાસુ રોડ તુટવાને લીધે માઠુ સપનું સાબિત થયું હતુ પણ આ વખતે પણ ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા વકરે તેવા એંધાણ છે. શહેરમાં હાલમાં સત્તાવાર રીતે ૨૫૦થી વધુ સ્પોટ ઉપર મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાય છે પણ હાલમાં શહેરમાં મોટા પ્રોજેક્ટો ચાલી રહ્યાં છે જેથી સ્થિતિ વધુ વણસે તેવા એંધાણ છે. શહેરમાં ૩૬ કિ.મી.ના પટ્ટામાં મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે તો શહેરના વિવિધ વિસ્તારોમાં ૫થી વધુ ફ્લાયઓવર ઉભા થઇ રહ્યાં છે જ્યારે શહેરમાંથી પસાર થતી અમદાવાદ-બોટાદ મીટરગેજ રેલ લાઇનને બ્રોડગેજ કરવાની કામગીરી ચાલી રહી છે જેથી આ વખતે ચોમાસામાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા વકરશે.

અમદાવાદ મ્યુનિ.ના સુત્રો જણાવે છે કે, શહેરમાં જે રોડ ઉપર મેટ્રો રેલ કોરિડોર ઉભા કરવામાં આવી રહ્યાં છે ત્યાં બંને તરફ રોડ તુટયાં હતા જેથી રિસરફેસ કરાયા છે કે, પછી થીંગડા મરાયા છે જેથી કેચપીટો દબાઇ છે કે, પછી મેનહોલ દબાયા છે તેવા કિસ્સામાં પાણી ભરાવવાની સમસ્યા વધશે. ખાસ કરીને ડ્રાઇવ-ઇન રોડ, હેલમેટ સર્કલ, અમરાઇવાડી, અખબારનગર અંડરપાસથી માદલપુર ગરનાળા સુધીના રેલવે સમાંતરના રોડ ઉપર પાણી ભરાવવાની સમસ્યા વકરશે. આ સિવાય ઇન્કમટેક્ષ ફ્લાયઓવર, અંજલિ સર્કલ ફ્લાયઓવર, નરોડા રેલવે ક્રોસીંગ, જીએસટી ફ્લાયઓવર સહિતના સ્થળોએ પણ પાણી ભરાવવાની સમસ્યા વકરે તેવા એંધાણ છે.

ગત ચોમાસામાં પૂર્વ વિસ્તારના નવા નિકોલની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા સ્થિતિ એટલી વણસી હતી કે, ૧૦૦૦ જેટલા પરિવારોએ સ્થાળાંતર કરવાની ફરજ પડી હતી લોકો સુધી ફુડ પેકેટ પહોંચાડવા માટે હોડીઓ દોડાવવા પડી હતી છતાં નવા નિકોલમાં નવા ડેવલપ થયેલા વિસ્તારોમાં સ્ટોર્મ વોટર લાઇન નેટવર્ક નંખાયું નથી જ્યારે કેટલાંક વિસ્તારોમાં હજુ ડ્રેનેજ નેટવર્ક પણ પહોંચ્યુ નથી જેથી આ સ્થિતિમાં વધુ વરસાદ વોટર લોગીંગની સમસ્યાને વકરાવી દેશે

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article