અમરનાથ યાત્રા માટે પહેલી માર્ચ થી રજીસ્ટ્રેશન થશે શરુ 

અમરનાથ યાત્રા માટે પહેલી માર્ચ થી રજીસ્ટ્રેશન થશે શરુ 
New Update

આ વર્ષની અમરનાથની યાત્રા 28 જૂને શરૂ થશે.60 દિવસ ચાલનારી આ યાત્રાનું રજીસ્ટ્રેશન 1 માર્ચથી શરૂ થશે, રાજ્યપાલ એન એન વોહરાએ મંગળવારે શ્રાઈન બોર્ડના સદસ્યના એક બેઠકમાં યાત્રાની તારીખ અને અન્ય વાતોની ચર્ચા કરી હતી, બેઠકમાં ચર્ચા દરમિયાન જણાવ્યું કે અમરનાથ યાત્રાની શરૂઆત 28 જૂનથી થશે અને 26 ઓગષ્ટે શ્રવણ પૂર્ણિમાની દિવસે પૂર્ણ થશે.13 વર્ષથી ઓછો અને 75 વર્ષથી વધારે ઉંમરના શ્રદ્ધાળુઓ યાત્રા કરવાની અનુમતિ નથી, સાથે 6 મહિનાથી વધુ ગર્ભવતી મહિલા પણ યાત્રા નહીં કરી શકે.

publive-image

યાત્રા માટે અમરનાથ શ્રાઈન બોર્ડ તરફથી માન્યતા પ્રાપ્ત સ્વાથ્ય વિભાગના ડોક્ટરની ટીમજ પ્રમાણપત્ર આપશે,સ્વાસ્થ્યના પ્રમાણપત્ર વગર કોઈ પણ શ્રદ્ધાળુ રજીસ્ટ્રેશન નહીં કરી શકે.

યાત્રામાં ઉપલબ્ધ પ્રાથમિક સુવિધાઓની ક્ષમતાને ધ્યાનમાં રાખતા બંને રસ્તાઓ પર દરરોજ 75 હજાર યાત્રીઓને યાત્રાની પરવાનગી આપવા બોર્ડ નિર્ણય કર્યો છે,અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન 1 માર્ચથી શરૂ થશે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article