અમરનાથ યાત્રા માટે ૧.૭૦ લાખ યાત્રિકો નોંધાયા : ૨૮મી જૂનથી પ્રારંભ

આજથી કડક સુરક્ષા બંદોબસ્ત સાથે જમ્મુના બેઝ કેમ્પથી અમરનાથ યાત્રા શરૂ
New Update

દક્ષિણ કાશ્મીરમાં આવેલા યાત્રાધામ અમરનાથ માટે અત્યાર સુધીમાં ૧.૭૦ લાખ યાત્રીઓની નોંધણી થઈ ચૂકી છે અને હાલ પણ નોંધણી ચાલુ છે. તેવી અધિકારીઓએ માહિતી આપી હતી.

અધિકારીઓના મતે ૧.૩૯ લાખ યાત્રીઓને પદયાત્રા રૂટ માટે નોંધાયા છે. ૨૮,૫૧૬ યાત્રીઓ હેલિકોપ્ટર માર્ગે યાત્રા માટે નોધાયા છે. જ્યારે ૨૧૨૨ વિદેશીયાત્રીઓ અને નોંધણી કરાવી છે. આ વખતે ૨૦ દિવસ લાંબી છે જે ૨૮મી જૂને ચાલુ થઈને ૬૦ દિવસ સુધી ચાલશે અને ૨૬ ઓગસ્ટ અને રક્ષાબંધને દિવસે પૂર્ણ થશે. યાત્રીઓની નોંધણીનું કાર્ય ૧ માર્ચથી ચાલુ કરાયું હતું.

દેશભરમાં પંજાબ નેશનલ બેંક, જમ્મુ એન્ડ કાશ્મીર બેંક અને યસ બેંકની દેશભરની ૪૪૦ શાખાઓમાં યાત્રીઓની નોંધણી ચાલુ છે. ૧૩ વર્ષથી નીચેની અને ૭૫ વર્ષથી ઉપરની વ્યક્તિઓની નોંધણી થતી નથી. તમામ યાત્રી માટે 'હેલ્થ સર્ટિફિકેટ' હોવું જરૂરી છે. હેલિકોપ્ટરની એડવાન્સ ટિકિટની નોંધણી ૨૭ એપ્રિલથી ચાલુ છે જ્યારે યાત્રાના ગાળા દરમ્યાન 'ઓન ધ સ્પોટ' નોંધણી માટે જમ્મુમાં વૈષ્ણવીધામ, સરસ્વતીધામ, જમ્મુ હાટ અને ગીતા ભવન, રામમંદિરે વ્યવસ્થા કરાઈ છે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article