/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault19.jpg)
અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે દિવાળીની
રાત્રિએ જામે છે ઈંગોરીયાની લડાઈ. આ કોઈ બે દેશ
વચ્ચેનું યુધ્ધ નથી અને જે આગના ગોળા દેખાઈ રહ્યાં છે, તે અસલી બારુદ નથી. પરંતુ
સાવરકુંડલામાં વર્ષોથી રમાતી પરંપરાગત રમતનો એક ભાગ છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે સાવરકુંડલામાં
લગભગ ૧૦૦ વર્ષથી દિવાળીની રાત્રિએ જામે છે ઈંગોરિયાની લડાઈ. યુવાનો ગામના અલગ અલગ ચોકમાં ભેગા થઈ એક બીજા પર
ઈંગોરિયા નામના ફટાકડા ફોડે છે. સળગતા આગના ગોળા યુવાનો હાથમાં એવી રીતે પકડે છે
કે જાણે ગુલાબનું ફુલ પકડ્યું હોય. ઈંગોરિયાને સળગાવી યુવાનો એક બીજા પર ફેકે છે. પરંપરા મુજબ આ રમત વર્ષોથી રમાતી આવે છે. લગભગ
ચોથી પેઢી આ રમત રમી રહી છે. પહેલાના સમયમાં સાવર અને કુંડલા વચ્ચે આ યુધ્ધ જામતુ
હતુ. હવે શહેરના મુખ્ય ત્રણ ચોકમાં આ રમત રમવામાં આવે છે.
આ રમત જોવા લોકો અમદાવાદ, મુંબઈ, કલકત્તા, રાજકોટ જેવા
શહેરોમાંથી આવે છે.
ઈંગોરીયાની રમત છેલ્લા ૮૦ વર્ષથી સાવરકુંડલામાં રમાય છે. પહેલા ઈંગોરીયાની
રમત રમાતી હતી પરંતુ સમય જતાં હવે કોકડાએ સ્થાન લીધું છે. સાવરકુંડલાના યુવાનો
ઈંગોરીયા અને કોકડા એક બીજા ઉપર ફેંકે છે. આ રમતથી કોઈ વ્યક્તિ દાઝતું નથી. આ રમત
સાવરકુંડલાના નાવલી ચોકમાં, રાઉન્ડ
વિસ્તારમાં તેમજ દેવલા ગેટ વિસ્તારમાં રમાય છે. ઈંગોરિયાની લડાઈમાં હજુ સુધી કોઈ
જાન હાની થઈ નથી. આ ઉપરાંત કોઈ ગંભીર રીતે દાઝ્યુ હોઈ તેવું પણ બન્યુ નથી. સંપૂર્ણપણે હોમમેઈડ એવા
ઈંગોરિયાની લડાઈ જોવા દુર દુરથી લોકો સાવરકુંડલા આવે છે. ખાસ કરીને સાવરકુંડલાનો
યુવાન દેશના કોઈ પણ ખૂણે સ્થાઈ થયો હોય પરંતુ દિવાળીના દિવસે તે અચુક
કુંડલામાં રમત રમવા આવી દિવાળીના પર્વની ઉજવણી કરે છે.