/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/07/unnamed-7.jpg)
અમરેલીના એક ગામની ગર્ભવતી મહિલાને પ્રસુતિ અર્થે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહી હતી, ત્યારે અચાનક 108નો માર્ગ સિંહના ટોળાએ અટકાવ્યો હતો, જોકે 108ના સ્ટાફની સમય સુચકતા અને આવડતના કારણે મહિલાની સફળતા પૂર્વક ડિલિવરી કરાવી હતી.
અમરેલીના લુણાસપુર ગામની એક ગર્ભવતી મહિલાને પ્રસવપીડા ઉપડતા 108ની મદદ થી સારવાર અર્થે જાફરાબાદ હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહી હતી, ત્યારે 108નો માર્ગ સિંહોના ટોળાએ રોક્યો હતો, અને એમ્બ્યુલન્સની ફરતે વનરાજ આંટા મારવા લાગ્યા હતા.
સિંહના ટોળાએ 108ના માર્ગમાં અવરોધ ઉભો કરતા એમ્બ્યુલન્સની અંદરના સ્ટાફે ડોક્ટર સાથે વાતચીત કરીને મહિલાની ડિલિવરી 108માં જ કરાવી હતી, અને એમ્બ્યુલન્સના ચાલકે ધીમેધીમે એમ્બ્યુલન્સને આગળ વધારીને મહિલાને તેમજ તેના નવજાત બાળકને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા.