અમાસની ભરતીમાં નર્મદામાં દરિયાના પાણિ ફરી વળતા દહેજના ઉદ્યોગોને રૂપિયા ૩૦૦ કરોડની ખોટ

અમાસની ભરતીમાં નર્મદામાં દરિયાના પાણિ ફરી વળતા દહેજના ઉદ્યોગોને રૂપિયા ૩૦૦ કરોડની ખોટ
New Update

પેટા) નાંદ અને અંગારેશ્વર પંપિંગ સ્ટેશન બંધ કરાતા પાણિ પુરવઠામાં ૫૦%નો કાપ

ભરૂચમાં નર્મદા નદીમાંથી ભરતીના પાણી ઝડપથી દરિયામાં પરત ફરે તે માટે નકકર આયોજનના અભાવે દહેજના ઉદ્યોગો તથા આસપાસના ૧૦ જેટલા ગામો પાણીની કપરી સમસ્યાનો સામનો કરી રહયાં છે. ખારા પાણી રાસાયણિક પ્રક્રિયામાં ઉપયોગમાં લઇ શકાય તેમ ન હોવાથી ઉદ્યોગોને રોજના ૩૦૦ કરોડ ઉપરાંતના પ્રોડકશન લોસનો સામનો કરવો પડી રહયો છે. અમાસની ભરતીથી પાણી ખારા થઇ જતાં દહેજ જીઆઇડીસીને અપાતા પાણીમાં જીઆઇડીસીએ ૫૦%નો કાપ મુકી દેતાં મોટાભાગના ઉદ્યોગોને શટડાઉન લેવાની ફરજ પડી છે. મહિનામાં બે વખત નિર્માણ પામતી સ્થિતિના કારણે ઉદ્યોગો કફોડી હાલતમાં મુકાયાં છે.

દહેજની ગણના વિશ્વની શ્રેષ્ઠ જીઆઇડીસીમાં કરવામાં આવે છે પણ અહીં પાણીની વરવી સ્થિતિ છે. નર્મદા ડેમમાંથી પુરતા પ્રમાણમાં પાણી છોડવામાં આવતું નહિ હોવાથી દરિયાના પાણી નાંદ અને અંગારેશ્વર સુધી પહોંચી ગયાં છે. ભરતીના પાણીમાં કલોરાઇડ અને કંડકટીવીટી વધારે હોવાને કારણે આ પાણી રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉપયોગમાં લઇ શકાતું નથી તથા તેનાથી પાણીના પાઇપને પણ નુકશાન પહોંચે છે. છેલ્લા બે વર્ષથી જીઆઇડીસીમાં પાણીની સમસ્યા વિકટ બની હોવા છતાં આજદિન સુધી તેનું કોઇ જ નિરાકરણ આવ્યું નથી. નદીમાં આવતી ભરતી બાદ જીઆઇડીસીના નાંદ અને અંગારેશ્વરમાં આવેલા પંપિંગ સ્ટેશનો પર બ્રેક વાગી જાય છે.જેથી મહિનામાં બે વખત પ્લાન્ટને શટડાઉન લેવો પડતો હોવાથી ઉત્પાદનમાં ઘટાડો અમાસની ભરતી બાદ દહેજ જીઆઇડીસી તથા આસપાસ આવેલા ૧૦ ગામોને અપાતા પાણી પુરવઠા પર ૫૦%નો કાપ મુકી દેવાયો છે. રોજની ૧૫ કરોડ લીટરની જરૂરીયાત સામે માંડ ૭ કરોડ લીટર પાણી મળતાં ઉદ્યોગોને ફરજિયાત શટડાઉન લેવાની ફરજ પડી છે. પ્લાન્ટમાં શટડાઉન થતાં ઉદ્યોગોને રોજના ૩૦૦ કરોડનો પ્રોડકશન લોસ જઇ રહયો

ઉલ્લેખનીય છે કે,ઉદ્યોગોમાં વપરાશમાં લેવામાં આવતાં પાણીમાં કંડકટીવીટી અને કલોરાઇડ મહત્વના પરિબળ હોય છે. પાણીમાં કલોરાઇડનું પ્રમાણ ૧૦૦પીપીએમ હોય તો ઉદ્યોગો તેને વાપરી શકે છે. દરિયાની ભરતી બાદ પાણીમાં કલોરાઇડનું પ્રમાણ વધીને ૨,૦૦૦ પીપીએમને પાર કરી જાય છે. પાણીમાં કલોરાઇડ વધી જવાથી ઉદ્યોગોને પણ પ્રોડકશન લોસનો સામનો કરવો પડે છે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article