અમેરિકાનાં ન્યુ મેક્સિકોની શાળામાં ગોળીબારમાં બેનાં મોત

New Update
અમેરિકાનાં ન્યુ મેક્સિકોની શાળામાં ગોળીબારમાં બેનાં મોત

અમેરિકાનાં દક્ષિણ વિસ્તારનાં ન્યૂ મેક્સિકોમાં એક હાઈસ્કૂલમાં એક હથિયારધારી સખ્શે આડેધડ ફાયરિંગ કર્યું હતુ જેમાં બે લોકોના મોત થયા છે. એલ્ટેક હાઈસ્કૂલમાં આ ગમખ્વાર ઘટના ઘટી હતી. જેમાં ડઝનથી વધારે લોકો ઘાયલ થયા છે અને તેમાં બે લોકોના મોત થયા હતા.

publive-image

આ ઘટનાને અંજામ આપનાર ગુનેગારની ઓળખ કરી લેવામાં આવી છે. જો કે ક્રોસ ફાયરિંગમાં હત્યારાનું પણ મોત થયુ છે, આ ઘટનાની જાણકારી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને શાળાને ખાલી કરાવી વિદ્યાર્થીઓને સલામત જગ્યાએ પહોંચાડવામાં સફળ થઈ હતી. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Latest Stories