New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/02/us6.jpg)
અમેરિકાનાં ફ્લોરિડાની હાઇસ્કૂલમાં ગોળીબારીની ઘટનામાં 17 લોકોનાં મોત થયા છે. આ ઘટના ભારતીય સમય અનુસાર બુધવારની મોડી રાત્રે થઇ હતી. 19 વર્ષીય બંધૂકધારી પૂર્વ વિદ્યાર્થીએ આ ખૂની ખેલ ખેલ્યો હોવાનું માનવમાં આવી રહ્યું છે. સ્થાનિક પોલીસે આ પૂર્વ વિદ્યાર્થીને ધરપકડ કરી છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/02/us5.jpg)
મિયામીની આશરે 72 કિલોમીટર ઉત્તરમાં પાર્કલેન્ડમાં મારર્જરી સ્ટોનમેન ડગલસ હાઇસ્કૂલમાં ક્લાસ પૂરી થાય તે પહેલા જ હિંસાની શરૂઆત થઇ હતી. બ્રોવર્ડ કાઉંટીનાં શેરિફ સ્કોટ ઇજરાયલનાં જણાવ્યા અનુસાર બંધૂકધારીની ઓળખ નિકોલસ ક્રૂઝના રૂપમાં થઇ છે. જે પહેલા આ જ સ્કૂલનો વિદ્યાર્થી રહી ચુક્યો છે. ક્રૂઝને અનુશાસનહીનતા માટે સ્કૂલ માંથી હાંકી કાઢવામાં આવ્યો હતો.
Latest Stories