અમેરિકામાં બરફનાં  તોફાન થી અનેક ફ્લાઇટો રદ્દ 

New Update
અમેરિકામાં બરફનાં  તોફાન થી અનેક ફ્લાઇટો રદ્દ 

અમેરિકાનાં દક્ષિણ પૂર્વમાં શિયાળુ વાવાઝોડું ત્રાટક્યુ છે. આ વાવાઝોડાને પગલે છેલ્લા ત્રણ દાયકામાં પ્રથમ વખત ફલોરિડાના પાટનગરમાં બરફ પડયો છે. ન્યૂ ઇંગ્લેન્ડમાં વાવાઝોડાએ બોમ્બોજેનેસિસનું સ્વરૃપ ધારણ કરી લીધું છે. એક અંદાજ મુજબ 3300 થી વધુ ફલાઇટ રદ કરવાની ફરજ પડી છે.

ફલોરિડા,જર્યોજિયા, ઉત્તર કોરોલિના અને વર્જિનિયામાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. આ રાજ્યોના ગર્વનરોએ રહીશોને બરફ વર્ષા અને વિક્રમજનક નીચા તાપમાનની ચેતવણી આપી છે. બીજી તરફ ઉત્તર પૂર્વમાં બરફ વર્ષાને કારણે માર્ગ બંધ થઇ જતા મોટી સંખ્યામાં વાહનો અટવાઇ ગયા છે.

ન્યૂયોર્ક શહેરના શિક્ષણ વિભાગે ખરાબ હવામાનને પગલે આજે શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. ન્યૂયોર્ક ઉપરાંત ન્યૂજર્સી, બોસ્ટન અને અન્ય ક્ષેત્રોમાં પણ શાળાઓ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. ભારે બરફ અને પવનને કારણે સરકારી કચેરીઓ પણ બંધ રહી હતી.

Latest Stories