/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/04165935/maxresdefault-45.jpg)
ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યાનગરી ખાતે બુધવારના રોજ ભવ્ય મંદિરના નિર્માણર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન વિધિ સંપન્ન થવા જઈ રહી છે, ત્યારે સુરત શહેર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશમાં આંદોલન અને કાનૂની લડાઈ બાદ અયોધ્યાનગરી ખાતે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે આવતી કાલે અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરના ભૂમિપૂજનના ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના નિર્માણર્થે ભૂમિપૂજન કરવામાં આવશે, ત્યારે આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક ડો. મોહનરાવ ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશેષ ઉપસ્થિત રહેશે.
અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ જન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણ પામવાની શુભ ઘડી નજીક આવી રહી છે, ત્યારે સુરત શહેર ખાતે પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉજવણી કરવામાં આવશે. વરાછા વિસ્તારમાં આવેલ માનગઢ ચોક ખાતે રામ લલ્લાની આરતી સાથે પૂજન-અર્ચનના કાર્યક્રમની તૈયારીને અંતિમ ઓપ આવ્યો હતો. હાલ ચાલી રહેલ કોરોના મહામારી વચ્ચે અયોધ્યા ખાતે લોકોની ભીડ ઓછી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ પ્રસંગે હિન્દુ સમાજની લાગણીને ધ્યાનમાં રાખી સુરત ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.