અરવલ્લી : ઉત્તર ભારતના રાજયોમાંથી કીડીખાઉનો શિકાર કરી વિદેશોમાં થતી નિકાસ

New Update
અરવલ્લી : ઉત્તર ભારતના રાજયોમાંથી કીડીખાઉનો શિકાર કરી વિદેશોમાં થતી નિકાસ

અરવલ્લી જિલ્લામાંથી ઝડપાયેલાં કીડીખાઉ ( પેંગોલીન) પ્રાણીની હત્યા કરી તેના મૃતદેહો વિદેશોમાં મોકલવાનું કૌભાંડ ચાલતું હોવાની વિગતો સપાટી પર આવી છે. હાલ બે પેંગોલીનના મૃતદેહ સાથે ઝડપાયેલાં ઉત્તરાખંડના બંને ઇસમોની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે.

અરવલ્લી વનવિભાગે રતનપુર ચેકપોસ્ટ નજીકથી સેન્ટ્રો કારમાંથી બે મૃતક કીડીખાઉ ( પેંગોલીન ) સાથે એક શખ્શને ઝડપી લીધો હતો. જયારે કારમાં રહેલા અન્ય બે શખ્શો વન વિભાગની ટીમને ચકમો આપી ફરાર થઈ ગયાં હતાં. કીડીખાઉની તસ્કરીમાં આંતરરાજ્ય રેકેટ ચાલતું હોવાની સાથે કીડીખાઉને ખરીદનાર ટ્રેડરને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. કાર સાથે ઝડપાયેલાં ઉત્તરાખંડના મોં.નદીમ નામના શખ્શની વનવિભાગની ટીમ સઘન પૂછપરછ કરી હતી બીજી તરફ બંને મૃતક કીડીખાઉનાં મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો મોં.નદીમને ભિલોડા કોર્ટમાં રજુ કરી ૭ દિવસના રિમાંડ માંગવામાં આવ્યા છે.પ્રાથમિક તપાસમાં ઉત્તર ભારતના રાજ્યોમાં સુનિયોજિત રીતે કીડીખાઉનો શિકાર કરી તેની તસ્કરી કરવામાં આવી રહી છે ગુજરાત તેમજ મુંબઈના વેપારીઓ ખુબ ઉંચા ભાવે કીડીખાઉની ખરીદી કરી ચીન સહીત અન્ય દેશોમાં મોકલવામાં આવે છે. વન વિભાગની ટીમ તલસ્પર્શી તપાસ કરે તો આ કૌભાંડમાં ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક મોટા નામો બહાર આવી શકે તેમ છે.

Latest Stories