દિવાળીનો બીજો દિવસ એટલે નવું વર્ષ આજથી શરૂ થતાં નવા વર્ષે યાત્રાધામ શામળાજીમાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. દૂર દૂરથી અબાલવૃદ્ધ સૌ કોઈ ભગવાન શામળિયાના દર્શને ઉમટી પડ્યા હતા અને ભગવાન કાળિયા ઠાકરના દર્શન કરી ધન્ય થયા હતા. આજે દર વર્ષની જેમ ભગવાન દેવ ગદાદા ને વિભિન્ન પ્રકારની વાનગી બનાવી અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
ભગવાન શામળિયાના અન્નકૂટના દર્શન માટે પણ ભારે ભીડ જામી હતી. અન્નકૂટમાં ખાસ ભાતનો ગોવર્ધન બનાવી વૈદિક મંત્રોચ્ચારથી પૂજન કરવામાં આવ્યું હતું. આજે નવા વર્ષ નિમિત્તે ભગવાન શામળિયાને ખાસ સોનાના આભૂષણોનો શણગાર પહેરાવવામાં આવ્યો છે. તમામ ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કર્યા અને ધન્ય થઈ અને હાલ પ્રવર્તમાન કોરોનાના કહેરમાંથી જલ્દી છુટકારો મળેએ પણ પ્રાર્થના કરી હતી.