અરવલ્લી: ભિલોડાના કુંડોલ-પાલમાં જમીન વિવાદમાં એકના એક દીકરાની 6 લોકોએ કરી હત્યા

New Update
અરવલ્લી: ભિલોડાના કુંડોલ-પાલમાં જમીન વિવાદમાં એકના એક દીકરાની 6 લોકોએ કરી હત્યા

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના કુંડોલ(પાલ) ગામે એકજ શેઢા પર જમીન

હત્યાનું કારણ બની હતી ૪ શખ્સોએ બે મહિલાઓ સાથે મળી સેઢા પાડોશી યુવકને ઢોર માર

મારી બે શખ્સોએ ઝનૂની બની યુવકને કુવામાં નાંખી દઈ હત્યા કરી દેતા હત્યાના બનાવથી

ભારે ચકચાર મચી હતી. હત્યાના પગલે ભિલોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની

લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

કુંડોલ(પાલ) ગામમાં રહેતા રમેશભાઈ ધનજીભાઈ તરાર અને તેમનો ૨૨ વર્ષીય પુત્ર

નવીન ખેતી કરી જીવનનિર્વાહ ચલાવતા હતા તેમની જમીનની બાજુમાં મુકેશ ધીરુભાઈ ડામોરની

જમીન આવેલી છે. બંનેની જમીન વચ્ચે આવેલ શેઢાના લીધે બંને પરિવારો માટે વિવાદ ચાલતો

હતો સોમવારે રાત્રે મુકેશ ધીરુભાઈ ડામોર અને તેનો પુત્ર  પ્રિન્સ

ડામોર લાકડીઓ સાથે ધસી આવી સેઢા પર તારે આવવું નહિ કહી બેફામ ગાળો બોલવાની સાથે

લાકડીઓ વડે તૂટી પડ્યા હતા.

આ ઘટના દરમિયાન પ્રિંકલ કિરીટ ડામોર ,ટિંકલ કિરીટભાઈ ડામોર,સંગીતાબેન મુકેશભાઈ ડામોર અને આશાબેન કિરીટભાઈ ડામોર પણ લાકડીઓ અને ધારિયા જેવા મારક હથિયાર સાથે દોડી આવી મારવા લગતા પુત્રને બચાવવા રમેશભાઈ વચ્ચે પડતા નવીન જીવ બચાવી ભાગતા માથા પર જાણે ઝનૂન સવાર હોય તેમ નવીનની પાછળ દોડી નજીકમાં આવેલા પાણી ભરેલા કુવામાં નવીનને નાંખી દઈ હત્યા કરી પરત ફરી રમેશભાઈને પણ જમીન ખાલી કરી દેવાની અને મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ફરાર થઈ જતા પુત્રની હત્યાના પગલે બેબાકળા બનેલા પિતાએ ગામના સરપંચ અને ગ્રામજનોને જાણ કરી હોવા છતાં કોઈ મદદમાં ન આવતા રાત્રિનો સમય ભયમાં પસાર કરી મંગળવારે ભિલોડા પોલીસને જાણ કરતા ભિલોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી હતી.

ભિલોડા પોલીસે મૃતક યુવકના પિતા રમેશભાઈ ધનજીભાઈ તરારની ફરિયાદના આધારે મુકેશભાઇ ધીરૂભાઇ ડામોર, પ્રિન્સ મુકેશભાઇ ડામોર, પ્રિન્કલ કિરીટભાઇ ડામોર, ટીંકલ કિરીટભાઇ ડામોર, સંગીતાબેન મુકેશભાઇ ડામોર, આશાબેન કિરીટભાઇ ડામોર રહે . તમામ કુંડોલપાલ સુંદરપુર તા . ભિલોડા વિરુદ્ધ ગુન્હો નોંધી ફરાર હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.