અરવલ્લી : મોડાસા રૂરલ પોલીસે 26 પશુઓને મોતના મુખમાંથી બચાવ્યા, 2 કસાઇ દબોચ્યા

અરવલ્લી : મોડાસા રૂરલ પોલીસે 26 પશુઓને મોતના મુખમાંથી બચાવ્યા, 2 કસાઇ દબોચ્યા
New Update

અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વિદેશી દારૂ, પશુ તસ્કરી અને વિવિધ કેફી પદાર્થોની મોટાપાયે અસામાજિક તત્વો હેરાફેરી કરી રહ્યા હોવાની વાતે વેગ પકડ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ વડા મયુર પાટીલે ઘૂસણખોરી અટકાવવા શખ્ત સૂચના આપતા જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવી છે.

મોડાસા રૂરલ પોલીસે લીંભોઇ ગામ નજીક થી પશુઓ ભરેલી આઈસર ટ્રક પકડી પાડી છે. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એસ.એચ.શર્મા અને તેમની ટીમે બાતમીના આધારે લીંભોઇ ગામની સીમમાંથી વોચ ગોઠવી હતી ત્યારે રાજેન્દ્રનગર તરથી આવતી ટ્રક માથીગેરકાયદેસર કતલખાને લઈ જવાતા છવ્વીસ પશુઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રહેતા બે આરોપીને પકડવામાં પોલિસને સફળતા મળી છે. ટ્રકમાં ભરેલ છવ્વીસ બાંધેલ પશુઓને ઇડર પાંજરાપોળ મોકલી આપી પોલિસ વધુ તપાસ હાથ ધરી છે.

Here are a few more articles:
Read the Next Article